Home / World : Earthquake today: The earthquake in Indonesia wakes up, know how much the intensity?

 Earthquake today: ઈન્ડોનેશિયામાં ધરતીકંપથી ધરા ધ્રૂજી ઉઠી, જાણો કેટલી રહી તીવ્રતા?

 Earthquake today: ઈન્ડોનેશિયામાં ધરતીકંપથી ધરા ધ્રૂજી ઉઠી, જાણો કેટલી રહી તીવ્રતા?

Earthquake today: ઈન્ડોનેશિયાની ધરતી આજે સવારે જોરદાર ભૂકંપથી ધ્રુજી ઊઠી હતી. રીક્ટર સ્કેલ ઉપર તેની તીવ્રતા 6.5 નોંધાઈ હતી. ઈન્ડોનેશિયાનાં નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજી (એન.સી.એલ)ના જણાવ્યા પ્રમાણે આજે સવારે આશરે 11 વાગે (સ્થાનિક સમય) દક્ષિણ-પૂર્વ-વિસ્તારમાં આવેલા તાનિમ્બાર ટાપુ ઉપર 6.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. પરંતુ સુનામીની ચેતવણી જાહેર કરવી પડે તેવી પરિસ્થિતિ ન હતી કે ન તો કોઈ જાન-માલનાં નુકશાનની માહિતી મળી નથી.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

અમેરિકાનાં ભૂગર્ભીય સર્વેક્ષણ (યુ.એસ.જી.એસ) તથા જર્મન રીસર્ચ સેન્ટર ફોર જીયો સાયન્સીઝે પણ આ ભૂકંપના સમાચારોને પુષ્ટી આપી છે.

માત્ર ઈન્ડોનેશિયામાં જ નહીં પરંતુ ઈન્ડીયામાં પણ ભૂકંપના આંચકા લાગ્યા હતા. બે દિવસ પૂર્વે દિલ્હી એન.સી.આર.માં સતત બે દિવસ સુધી ભૂકંપના આંચકા આવ્યા હતા. 10 જુલાઈના દિવસે સવારે 9 કલાક અને 9 મિનિટે 4.4ની તીવ્રતાનો ભૂકંપ લાગ્યો હતો. તેનું કેન્દ્ર હરિયાણાનાં જજ્જર જિલ્લામાં હોવાનું જાણવા મળ્યું છે.

વાસ્તવમાં પેસિફિક મહાસાગરના ચીલીથી શરૂ કરી ઉત્તરે કેલિફોર્નિયા થઈ એલાસ્કા ત્યાંથી રશિયાની ઉપર પૂર્વીય ભૂશિર કામાશ્યટકા ત્યાંથી જાપાન થઈ ન્યૂગીની થઈ છેક ઈન્ડોનેશિયા અને મલયેશિયા સુધી પહોંચે છે, ત્યાંથી પૂર્વ ઓસ્ટ્રેલિયા થઈ ન્યુઝીલેન્ડ સુધી પહોંચે છે.દિલ્હીમાં જે ભૂકંપ આવ્યો તેને માટે હિમાલયન ટાઈટોનિક પ્લેટનું ઈંડીયન પેનિસ્યુલર પ્લેટ સાથેની અથડામણ કારણભૂત હોય છે.

Related News

Icon