Home / World : 'I can trust Putin,' Trump said in joint meeting with British Prime Minister Keir Starmer

' હું પુતિન પર વિશ્વાસ કરી શકું છું.' ટ્રમ્પે બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટાર્મર સાથે સયુક્ત બેઠકમાં આપ્યું નિવેદન 

' હું પુતિન પર વિશ્વાસ કરી શકું છું.' ટ્રમ્પે બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટાર્મર સાથે સયુક્ત બેઠકમાં આપ્યું નિવેદન 

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે 'મને વ્લાદિમીર પુતિન પર વિશ્વાસ છે કે તે યુક્રેનમાં કોઈ પણ પ્રકારના યુદ્ધ વિરામનું પાલન કરશે. જો યુક્રેન પર મોસ્કોના આક્રમણને સમાપ્ત કરવા માટે કોઈ કરાર થઈ જાય છે તો પુતિન પોતાનું વચન નિભાવશે. હું યુક્રેનમાં યુદ્ધ વિશે વાતચીતને લઈને પુતિન પર વિશ્વાસ કરી શકું છું.' ટ્રમ્પે બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટાર્મરની સાથે બેઠકની શરૂઆતમાં પત્રકારો સાથે વાતચીત દરમિયાન આ ટિપ્પણી કરી. સ્ટાર્મરે મહારાજા ચાર્લ્સની તરફથી ટ્રમ્પને રાજકીય પ્રવાસનું આમંત્રણ આપ્યું, જેનો અમેરિકન પ્રમુખે સ્વીકાર કરી લીધો છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

અમેરિકા હંમેશા બ્રિટનની સાથે છે

પુતિન વિશે પૂછવા પર ઓવલ ઓફિસમાં સ્ટાર્મરની સાથે બેસેલા ટ્રમ્પે કહ્યું, 'મને લાગે છે કે તે પોતાનું વચન નિભાવશે. મે તેમની સાથે વાત કરી છે. હું તેમને ઘણા સમયથી જાણું છું. મને નથી લાગતું કે તે પોતાનું વચન તોડશે. બ્રિટન પોતાનો ખ્યાલ પોતે રાખી શકે છે પરંતુ જો તેમને મદદની જરૂર છે તો હું હંમેશા બ્રિટનની સાથે રહીશ.'

બ્રિટિશ વડાપ્રધાને શું કહ્યું?

બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટાર્મરે કહ્યું કે 'હું એ નક્કી કરવા માટે સાથે કામ કરવા ઈચ્છે છું કે શાંતિ કરાર સ્થાયી હોય. આ એક એવો કરાર છે જેનો કોઈ ઉલ્લંઘન કરશે નહીં. બ્રિટન અને ફ્રાન્સ બંનેએ યુક્રેન માટે શાંતિ સેના તહેનાત કરવાની રજૂઆત કરી છે પરંતુ તે એરિયલ અને સેટેલાઇટ સર્વેલન્સ તેમજ સંભવિત એર પાવર સહિત મદદની અમેરિકાની ગેરંટી ઈચ્છે છે.'

Related News

Icon