હાલમાં વિશ્વમાં ઘણા દેશોમાં યુદ્ધની સ્થિતિ છે. ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન વચ્ચે ગયા વર્ષના ઓક્ટોબરથી યુદ્ધ ચાલી રહ્યું છે, તો રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ હજુ અટક્યું નથી. આ સિવાય હજુ પણ ઘણા દેશો છે જેની વચ્ચે તણાવની સ્થિતિ છે. આવી સ્થિતિમાં ત્રીજા વિશ્વયુદ્ધની આશંકા સતત વધી રહી છે. હવે ઘણા દેશો પરમાણુ હથિયારોથી સજ્જ છે.

