
Pahalgam Terror attack and Bilawal Bhutto News : Pahalgamમાં થયેલા કાયરતાપૂર્ણ હુમલા બાદ ભારતે પાકિસ્તાન સામે કડક કાર્યવાહી કરી છે. જેના કારણે પાકિસ્તાનના મોટા નેતાઓના હોશ ઉડી ગયા છે. આ સંદર્ભમાં પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી) ના પ્રમુખ અને વડા પ્રધાન શાહબાઝ શરીફના સાથી બિલાવલ ભુટ્ટો ઝરદારીએ સિંધુ જળ સંધિ વિવાદ પર ઉશ્કેરણીજનક ટિપ્પણી કરી અને કહ્યું કે નદીમાં લોહી વહેશે.
હું આ સિંધુ નદી સાથે ઉભો છું : ભુટ્ટો
ઝરદારીએ એક જાહેર રેલીમાં કહ્યું કે હું આ સિંધુ નદી સાથે ઉભો છું અને ભારતને સંદેશ આપું છું કે સિંધુ નદી અમારી છે, કાં તો અમારું પાણી આ નદીમાં વહેશે અથવા તમારું લોહી વહેશે.
બિલાવલ ભુટ્ટોએ પીએમ મોદી વિશે પણ કરી ટિપ્પણી
પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના પ્રમુખે કહ્યું કે ભારતે PAHALGAM ATTACK માટે પાકિસ્તાનને દોષી ઠેરવ્યું છે. પોતાની નબળાઈઓ છુપાવવા અને પોતાના લોકોને મૂર્ખ બનાવવા માટે, (ભારતીય વડા પ્રધાન) મોદીએ ખોટા આરોપો લગાવ્યા છે અને સિંધુ જળ સંધિને(Indus Water treaty) એકપક્ષીય રીતે સ્થગિત કરી દીધી છે, જેના હેઠળ ભારતે સ્વીકાર્યું છે કે સિંધુ પાકિસ્તાનની છે. હું અહીં સુક્કુરમાં સિંધુ નદી પાસે ઊભો રહીને ભારતને કહેવા માંગુ છું કે સિંધુ અમારી છે અને અમારી જ રહેશે, પછી ભલે આ સિંધુમાં પાણી વહે કે તેમનું લોહી.