
બાંગ્લાદેશની વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મુહમ્મદ યુનુસે દેશમાં આગામી રાષ્ટ્રીય ચૂંટણીને લઈને ઘોષણ કરી છે. આજે શુક્રવારે (6 જૂન) ઈદ-ઉલ-અઝહાની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રજોગ સંબેધન કરતી વખતે યુનુસે જણાવ્યું હતું કે, 'દેશમાં આગામી રાષ્ટ્રીય ચૂંટણી એપ્રિલ 2026ના પહેલા પખવાડિયામાં યોજાશે. ચૂંટણીપંચ જલ્દી વિસ્તૃત રોડમેપ જાહેર કરશે. વચગાળાની સરકાર સુધાર, ન્યાય અને ચૂંટણી એમ ત્રણ મુખ્ય ઉદ્દેશ્યોને ધ્યાનમાં રાખીને પદભાર સંભાળ્યો હતો.'
બાંગ્લાદેશમાં ચૂંટણીને લઈને મુહમ્મદ યુનુસનું મોટું નિવેદન
મુહમ્મદ યુનુસે કહ્યું હતું કે, 'સરકારે આગામી ચૂંટણી દેશના ઇતિહાસમાં સૌથી મુક્ત, ન્યાયી, સ્પર્ધાત્મક અને સ્વીકાર્ય બને તે સુનિશ્ચિત કરવા માટે તમામ રાજકીય પક્ષો સાથે સલાહ-સૂચન કર્યું છે. શહીદોની આત્માને શાંતિ આપે અને રાષ્ટ્ર પ્રત્યેની ઈમાનદારી અને નિષ્પક્ષતાના ધ્યેયવાળી પ્રક્રિયા બનાવવાની છે.'
મુહમ્મદ યુનુસની ઘોષણાથી ચૂંટણીને લઈને ચાલી રહેલી અટકળો અને રાજકિય ચિંતાનો અંત આવ્યો છે. યુનુસે પહેલા જ જણાવ્યું હતું કે, સુધારાની ગતિને ધ્યાનમાં રાખીને ડિસેમ્બર 2025 અને જૂન 2026 વચ્ચે ક્યારે પણ ચૂંટણી થઈ શકે છે.