અમેરિકાએ ભારતમાં થયેલા આતંકવાદી હુમલાની કડક નિંદા કરી છે અને કહ્યું છે કે તે આ દુઃખદ ઘડીમાં ભારતની સાથે ઉભું છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા ટેમી બ્રુસે કહ્યું, 'જેમ કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને સેક્રેટરી ઓફ સ્ટેટ રુબિયોએ પહેલાથી જ સ્પષ્ટ કરી દીધું છે, અમેરિકા ભારતની સાથે ઉભું છે અને આતંકવાદના દરેક કૃત્યની કડક નિંદા કરે છે.' તેણીએ કહ્યું, 'આ હુમલામાં જીવ ગુમાવનારાઓ માટે અમે પ્રાર્થના કરીએ છીએ.

