આફ્રિકન દેશ કેન્યામાં ટેક્સના વધેલા ભાવ અને ફાયનાન્સ બિલને લઈને લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. સરકાર વિરુદ્ધ પ્રદર્શનકારીઓ સંસદમાં ઘૂસી ગયા અને હંગામો મચાવ્યો. આવી સ્થિતિમાં વહીવટીતંત્રએ દેખાવકારોને વિખેરવા માટે ટીયર ગેસના શેલ છોડયા હતા. આ પ્રદર્શનકારીઓમાં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાની બહેન પણ સામેલ છે. ઓબામાની બહેન અને કેન્યાના કાર્યકર્તા ઓમા ઓબામાએ નૈરોબીમાં સંસદ ભવન બહાર સરકાર વિરોધી વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો.

