Home / World : President of Pakistan convenes session of Parliament

ભારતના એક્શનથી પાકિસ્તાનમાં ડરનો માહોલ, અડધી રાત્રે આદેશ જાહેર કરી રાષ્ટ્રપતિએ સંસદનું સત્ર બોલાવ્યું

ભારતના એક્શનથી પાકિસ્તાનમાં ડરનો માહોલ, અડધી રાત્રે આદેશ જાહેર કરી રાષ્ટ્રપતિએ સંસદનું સત્ર બોલાવ્યું

પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારત સતત પાકિસ્તાન પર સકંજો કસી રહ્યું છે. ભારતે પોતાના કડક પગલા દ્વારા પાકિસ્તાન પર એક્શન લીધુ છે. આ વચ્ચે પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફઅલી જરદારીએ શનિવારે અડધી રાત્રે નિર્ણય લેતા સોમવાર સાંજે 5 વાગ્યે સંસદનું ઇમરજન્સી સત્ર બોલાવ્યું છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

પાકિસ્તાનના રાષ્ટ્રપતિએ બોલાવી બેઠક

પાકિસ્તાન સરકાર તરફથી જાહેર આદેશ અનુસાર, "ઇસ્લામિક રિપબ્લિક ઓફ પાકિસ્તાનના બંધારણની કલમ 54 (1) દ્વારા પ્રદાન શક્તિઓનો પ્રયોગ કરતા રાષ્ટ્રપતિએ સંસદ ભવન ઇસ્લામાબાદમાં સોમવારે 5 મેએ સાંજે 5 વાગ્યે રાષ્ટ્રીય એસેમ્બલીની બેઠક બોલાવી છે."

નેશનલ એસેમ્બલીની મીટિંગમાં તમામ પક્ષોના નેતા હાજર રહેશે. આ જોવું રસપ્રદ હશે કે સંસદની આ બેઠક ઇમરાન ખાનની પાર્ટી PTIનું શું વલણ રહે છે. PTI વડાપ્રધાન શાહબાઝ શરીફનું સમર્થન કરે છે કે નથી કરતી. જોકે, જેલમાં બંધ ઇમરાન ખાને એક નિવેદનમાં કહ્યું હતું કે તે ભારત વિરૂદ્ધ સરકારનો સાથ આપશે. આ પહેલા સેના પ્રમુખે પણ ઇમરાન ખાનની મદદ માંગવા માટે પોતાના ચાર જનરલને તેમની સાથે મુલાકાત કરવા માટે જેલ પણ મોકલ્યા હતા.

ભારત સાથે તણાવ પર થઇ શકે છે ચર્ચા

પાકિસ્તાનની સંસદમાં ભારત સાથે વર્તમાન તણાવને લઇને ચર્ચા કરવામાં આવશે. આ સાથે જ તેમની સૈન્ય અને કૂટનીતિક પ્રતિક્રિયાઓ પર પણ વિચાર કરવામાં આવશે. પાકિસ્તાની નેતા જે રીતે પહેલગામ હુમલા બાદ ભારતની પ્રતિક્રિયા પર નિવેદન આપી રહ્યાં છે તેનાથી એવું લાગી રહ્યું છે કે આ મીટિંગનો અર્થ ઘરેલુ સુરક્ષાને લઇને રણનીતિ તૈયાર કરવા અને આંતરરાષ્ટ્રીય સ્તર પર પાકિસ્તાનનું સમર્થન મેળવવાનું હશે.

પાકિસ્તાન વિરૂદ્ધ એક્શન

પહેલગામ આતંકી હુમલા બાદ ભારતે કડક વલણ અપનાવતા પાકિસ્તાન સાથે તમામ રાજકીય સંબધ સમાપ્ત કર્યા છે જેમાં સિંધુ જળ સંધિને ખતમ કરવી સૌથી મોટો નિર્ણય માનવામાં આવે છે. આ સિવાય ભારત સરકારે દેશમાં રહેતા દરેક પાકિસ્તાની નાગરિકોના વિઝા રદ કરી નાખ્યા છે અને તેમને પરત પાકિસ્તાન મોકલ્યા છે. આ વચ્ચે પાકિસ્તાન પણ સતત ભારતને ધમકી આપતું રહે છે. બિલાવલ ભુટ્ટોએ તો સિંધુ નદીમાં પાણીને કારણે લોહી વહાવવાની વાત પણ કહી દીધી હતી. પાકિસ્તાની આર્મી પ્રમુખ આસીમ મુનીર પણ સતત બેઠક કરી રહ્યાં છે જેનાથી લાગે છે કે પાકિસ્તાનમાં ભારતના એક્શન બાદ ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.

 

TOPICS: pahalgam attack
Related News

Icon