રશિયાએ આખરે પાકિસ્તાન સાથે એક મહત્ત્વપૂર્ણ વેપાર કરાર કરી લીધો છે. ઘણા મહિનાઓથી આ અંગે અટકળો લગાવવામાં આવી રહી હતી. હવે શુક્રવારે પાકિસ્તાન અને રશિયાએ સંયુક્ત રીતે આ કરારની જાહેરાત કરી છે, જે હેઠળ કરાચીમાં એક અત્યાધુનિક સ્ટીલ મિલની સ્થાપના કરવામાં આવશે. આ પ્રોજેક્ટને બંને દેશો વચ્ચે આર્થિક અને ઔદ્યોગિક સહયોગના એક નવા યુગની શરૂઆત તરીકે જોવામાં આવી રહ્યો છે. આ ડીલથી પાકિસ્તાનના અર્થતંત્રને અબજો રૂપિયાનો ફાયદો થવાની અપેક્ષા છે, આ સાથે જ આ ડીલ ઔદ્યોગિક વિકાસ અને રોજગાર સર્જનમાં પણ મહત્ત્વપૂર્ણ યોગદાન આપશે.

