
મંગળવારે ઇઝરાયલ ડિફેન્સ ફોર્સિસ (IDF) એ પણ દાવો કર્યો હતો કે તેમણે ઈરાનના સશસ્ત્ર દળોના નવા નિયુક્ત ચીફ ઓફ સ્ટાફ અને વરિષ્ઠ લશ્કરી કમાન્ડરોમાંના એક અલી શાદમાનીને મારી નાખ્યા છે. શાદમાનીના મૃત્યુ વિશે માહિતી આપતાં, IDF એ જણાવ્યું હતું કે સોમવાર અને મંગળવારની રાત્રે તેહરાનમાં માનવયુક્ત મુખ્યાલય પર હવાઈ હુમલામાં શાદમાનીને માર્યો ગયો હતો. આ હુમલાઓ IDF ની ગુપ્તચર શાખાને મળેલી માહિતીના આધારે કરવામાં આવ્યા હતા.
હાલમાં જ જનરલ મોહમ્મદ બાઘેરીના સ્થાને મૌસાવીને ઈરાનની સેનાના ચીફ બનાવવામાં આવ્યા હતાં. ઈઝરાયલની ડિફેન્સ ફોર્સે દાવો કર્યો છે કે, તેમણે ઈરાનના એક સૈન્ય મથક પર મિસાઈલ વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં મૌસાવી માર્યા ગયા છે. તેઓ થોડા સમય પહેલાં જ ઈરાનની ડિફેન્સ ફોર્સના ચીફ ઑફ સ્ટાફ બન્યા હતા. આ હુમલો તેહરાન નજીક સ્થિત એક કમાન્ડ પોસ્ટ પર થયો હતો.
ઈરાનની સત્તાવાર પુષ્ટી નહીં
ઈઝરાયલના આ દાવાની ઈરાને હજુ સુધી કોઈ સત્તાવાર ખાતરી આપી નથી. જો કે, તેણે ડિફેન્સ કાઉન્સિલની ઈમરજન્સી બેઠક બોલાવી છે. અને જવાબી કાર્યવાહી કરવાની આશંકાઓ વ્યક્ત કરી છે.