Home / World : Trump threatens Iran will destroy entire country if assassination attempt is made

'જો હત્યાનો પ્રયાસ થશે તો આખા દેશને બરબાદ કરી નાખીશ', ટ્રમ્પની ઇરાનને સીધી ધમકી

'જો હત્યાનો પ્રયાસ થશે તો આખા દેશને બરબાદ કરી નાખીશ', ટ્રમ્પની ઇરાનને સીધી ધમકી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ખુલ્લી ધમકી આપી છે. ટ્રમ્પે કહ્યું કે જો ઈરાન તેમની હત્યાનો પ્રયાસ કરશે તો તે આખા દેશને બરબાદ કરી દેશે. સાથે જ તેમણે તેમના સલાહકારોને પગલાં લેવા સૂચના આપી છે.અમેરિકાએ સંકેત આપ્યો છે કે તે પરમાણુ હથિયારો તૈયાર કરવાના આરોપોને લઈને ઈરાન પર દબાણની નીતિ લાગુ કરવાની યોજના બનાવી રહ્યું છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ટ્રમ્પે તહેરાન પર દબાણ લાવવાના આદેશ પર કર્યા હસ્તાક્ષર

ટ્રમ્પે તહેરાન પર મહત્તમ દબાણ લાવવાના આદેશ પર હસ્તાક્ષર કર્યા છે. ટ્રમ્પે કહ્યું,'જો તેઓ આવું કરશે, તો તેઓ સંપૂર્ણપણે ખતમ થઇ જશે... કંઈ નહીં બચે'  વર્ષ 2020માં ટ્રમ્પે સ્ટ્રાઈક માટે સૂચના આપી હતી, જેમાં ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સના નેતા કાસિમ સુલેમાની માર્યા ગયા હતા. અધિકારીઓ લાંબા સમયથી ટ્રમ્પ અને અન્યો સામે ઈરાનની ધમકીઓ પર નજર રાખી રહ્યા છે.

પેન્સિલવેનિયામાં રેલી પહેલા ઈરાનની ધમકીના કારણે ટ્રમ્પની સુરક્ષા વધારી દેવામાં આવી હતી. તે રેલીમાં ટ્રમ્પને કાનમાં ગોળી વાગી હતી. જો કે, ત્યારબાદ અધિકારીઓએ એમ પણ કહ્યું હતું કે તેઓ માનતા નથી કે ઈરાન હત્યાના પ્રયાસમાં સામેલ છે. નવેમ્બરમાં, ન્યાય વિભાગે જાહેરાત કરી હતી કે તેણે રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા ટ્રમ્પની હત્યાના ઈરાનના કાવતરાને નિષ્ફળ બનાવ્યો હતો.

 ઈરાનના અધિકારીઓએ 51 વર્ષના ફરહાદ શકરીને સપ્ટેમ્બરમાં ટ્રમ્પ પર નજર રાખવા અને હત્યાના આદેશ આપ્યા હતા, તે સમયે ઇરાનના અધિકારીઓએ આરોપોને ફગાવી દીધા હતા. વિદેશ પ્રવક્તા ઈસ્માઈલ બાગીએ દાવો કર્યો હતો કે ઈરાન અને અમેરિકા વચ્ચેના સંબંધોને પ્રભાવિત કરવા ઈઝરાયેલ સાથે જોડાયેલા એક જૂથનું આ કાવતરું હતું.

મેનહટન કોર્ટમાં દાખલ કરવામાં આવેલી ફોજદારી ફરિયાદ અનુસાર, ઈરાનમાં રહેતા શકરીએ FBIને જણાવ્યું હતું કે ઈરાનના અર્ધલશ્કરી રિવોલ્યુશનરી ગાર્ડ ફોર્સમાં એક વ્યક્તિએ ગયા સપ્ટેમ્બરમાં તેમને અન્ય કામ બંધ કરવા અને 7 દિવસમાં ટ્રમ્પને મારી નાખવાની યોજના બનાવવાનો આદેશ આપ્યો હતો.


Icon