Home / World : Trump's big announcement: big trade deal with India, a deal with China is also decided

ડોનાલ્ડ ટ્રમ્પની મોટી જાહેરાત : ભારત સાથે મોટી ટ્રેડ ડીલ થશે, ચીન સાથે પણ સોદો નક્કી

ડોનાલ્ડ ટ્રમ્પની મોટી જાહેરાત : ભારત સાથે મોટી ટ્રેડ ડીલ થશે, ચીન સાથે પણ સોદો નક્કી

Donald Trump News : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે અમેરિકાએ ચીન સાથે એક કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ દરમિયાન તેમણે સંકેત આપ્યો કે ભારત સાથે પણ ટૂંક સમયમાં 'બિગ ડીલ'  થશે. ટ્રમ્પે બિગ બ્યુટીફુલ બિલ કાર્યક્રમને સંબોધતી વખતે આ નિવેદન આપ્યું હતું.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ભારત અંગે શું કહ્યું ટ્રમ્પે? 

વેપાર સોદા તરફ ઈશારો કરતા ટ્રમ્પે પોતાના ભાષણમાં કહ્યું, "દરેક વ્યક્તિ સોદો કરવા માંગે છે અને તેનો ભાગ બનવા માંગે છે. યાદ રાખો કે થોડા મહિના પહેલા, પ્રેસ કહી રહ્યું હતું કે, 'શું ખરેખર કોઈ છે જેને આમાં રસ છે?' સારું, અમે ગઈકાલે જ ચીન સાથે હસ્તાક્ષર કર્યા હતા. અમે કેટલાક મહાન સોદા કરી રહ્યા છીએ. અમે બીજો સોદો કરવા જઈ રહ્યા છીએ, કદાચ ભારત સાથે, ખૂબ મોટો સોદો." 

બધાને ટેરિફથી રાહત નહીં? 

ટ્રમ્પે ભારપૂર્વક કહ્યું કે , "અમે દરેક બીજા દેશ સાથે સોદા કરવાના નથી." "અમે બધા સાથે સોદા કરવાના નથી. કેટલાક લોકોને અમે ફક્ત પત્ર મોકલીને ખૂબ ખૂબ આભાર કહેવા જઈ રહ્યા છીએ. તમારે 25, 35, 45 ટકા ચૂકવવા પડશે.'' 

 

Related News

Icon