મનુષ્ય જન્મે ત્યારથી જ તેનો ધર્મ નક્કી થઈ જે છે. તે ધર્મમાં તેણે જન્મ લીધો હોય તેનું આજીવન પાલન કરે છે. પરંતુ કેટલાક સંજોગોમાં મનુષ્ય પોતાનો ધર્મ બદલે છે. જો કે આજે આપણે વિશ્વમાં કયા ધર્મમાં માનનારા લોકોની સંખ્યા કેટલી છે તે અંગે ચર્ચા કરીશું. માત્ર 1400 વર્ષ પહેલા અસ્તિત્વમાં આવેલો ઇસ્લામ હાલમાં વિશ્વનો સૌથી ઝડપથી વિકસતો ધર્મ છે. હાલમાં ઇસ્લામ એ ખ્રિસ્તી ધર્મ પછી વિશ્વનો બીજો સૌથી મોટો ધર્મ છે.

