ગુજરાતમાં ચોમાસાની શરૂઆતની સાથે જ મેઘ મહેર જોવા મળી રહી છે. જોકે, આજે બપોર સુધી મેઘરાજા થોડા ખમૈયા કરી શકે તેવી સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બપોરે 1 વાગ્યા સુધી સૌરાષ્ટ્રના બે જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે અને બાકીના જિલ્લાઓમાં યલો એલર્ટ છે.

