ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી કાળઝાળ ગરમી પડી રહી છે. ત્યારે રાજ્યભરમાં હવામાન વિભાગે ગરમીને લઈને યલો એલર્ટ આપ્યું છે.ત્યારે આજના દિવસે બપોરે સૌથી વધુ ગરમી અમદાવાદ, વડોદરામાં નોંધાઈ છે. કાળઝાળ ગરમીથી લોકો પરેશાન થઈ રહ્યા છે. તંત્રએ પણ જાહેરત કરી છે કે કામ સિવાય બપોરના સમયે બહાર નિકળવાનું ટાળવું જોઈએ.

