Home / Gujarat / Mehsana : regulatory board will approach the CM to resolve the dispute Dudhsagar Dairy

દૂધસાગર ડેરીના હોદ્દેદારોના વિવાદનો ઉકેલ લાવવા નિયામક મંડળ જશે મુખ્યમંત્રીની શરણે

દૂધસાગર ડેરીના હોદ્દેદારોના વિવાદનો ઉકેલ લાવવા નિયામક મંડળ જશે મુખ્યમંત્રીની શરણે

મહેસાણાની દૂધસાગર ડેરીની બોર્ડ મિટિંગ દરમ્યાન ચેરમેન  અને વાઇસ ચેરમેનના  વિવાદ વચ્ચે વાઇસ ચેરમેન યોગેશ ચૌધરીએ ચરાડા ગામમાં દૂધસાગર ડેરીના ગોડાઉનમાંથી એક્સપાયરી ડેટવાળો દૂધ પાવડર પર સ્વયં રેડ કરી વધુ એક વિવાદ છેડ્યો છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

મહેસાણાની દૂધસાગર ડેરીની બોર્ડ મિટિંગ દરમ્યાન ચેરમેન અશોક ચૌધરી અને વાઇસ ચેરમેન યોગેશ પટેલ વચ્ચે ટકરાવ થતા મામલો મહેસાણા શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો..આ વિવાદ હજુ તો શમ્યો નથી, ત્યાં વાઇસ ચેરમેન યોગેશ ચૌધરીએ ચરાડા ગામમાં દૂધસાગર ડેરીના ગોડાઉનમાંથી એક્સપાયરી ડેટવાળો દૂધ પાવડર પર સ્વયં રેડ કરી વિવાદનો મધપુડો છંછેડયો હતો.

આમ,દૂધસાગર ડેરીમાં ચેરમેન અને વાઇસ ચેરમેન વચ્ચે ચાલતા વિવાદ વચ્ચે ડેરીની લોન, દેવું, ડેરીના વેપાર, દૂધ પાવડર ખરીદી, એક્સપાયરી ડેટ વાળા દૂધ પાવડર મામલે ફૂડ એન્ડ ડ્રગ પાસે તપાસ કરાવવા ખુદ ચેરમેને માંગણી કરી હતી. આ સાથે ડેરીની થઈ રહેલી બદનામી મુદ્દે દૂધસાગર ડેરીનું નિયામક મંડળ મુખ્યમંત્રીને મળવા જશે અને મુખ્યમંત્રી સમક્ષ માંગણી કરશે કે ડેરીના તમામ વિવાદોની તપાસ કરવામાં આવે અને જો અમે કસૂરવાર હોઈએ તો અમારી સામે પગલાં ભરવામાં આવે. જો અમે સાચા હોઈએ તો અમોને ક્લીનચીટ આપવા માંગણી કરીશું.

 

Related News

Icon