Home / Sports : Sunil Gavaskar slams these IPL players

IPLના ખેલાડીઓ પર ભડક્યા સુનીલ ગાવસ્કર, કહ્યું- 'લાયક નહતા તો પણ કરોડો રૂપિયા...'

IPLના ખેલાડીઓ પર ભડક્યા સુનીલ ગાવસ્કર, કહ્યું- 'લાયક નહતા તો પણ કરોડો રૂપિયા...'

અગ્રણી ક્રિકેટર સુનીલ ગાવસ્કર IPL 2025માં મોંઘા ભાવે વેચાયેલા ખેલાડીઓ પર સવાલ કર્યો છે. ગાવસ્કરે ખાસ કરીને તે ખેલાડીઓ પર નિશાનો સાધ્યું છે, જેમનું પૂરું ધ્યાન માત્ર IPL પર જ હોય છે અને જેઓ ડોમેસ્ટિક ક્રિકેટ રમવાથી દૂર રહેવા ઈચ્છતા હોય છે. ગાવસ્કર અનુસાર, લાયક નહતા છતાં અમુક ખેલાડીઓને કરોડો રૂપિયા મળ્યા છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ગાવસ્કરે તેમના લેખમાં શું લખ્યું?

IPLના કરોડોપતિ અનકેપ્ડ પ્લેયર્સ પર એક નજર કરીએ તો, તમને જાણવા મળશે કે તેમાંથી ઘણા ઓછા ખેલાડીઓએ ભારત માટે કંઈક વિશેષ કરવાની કોશિશ કરી છે. તેમનું નસીબ સારું રહ્યું છે, જેના કારણે તેમણે કરોડો રૂપિયા કમાયા છે. પરંતુ હકીકતમાં તેઓ તેને લાયક નથી. આ દલીલ માટે બજાર જવાબદાર છે, તે સાચુ નથી.

ગાવસ્કરે સાથે એ પણ લખ્યું કે BCCI અને રાજ્ય ક્રિકેટ સંઘોએ ડોમેસ્ટિક ક્રિકેટમાં સારું પ્રદર્શન કરનારા ખેલાડીઓને હજુ વધારે પ્રેરિત કરવા જોઈએ. તેમણે જણાવ્યું હાલના સમયમાં BCCIએ ડોમેસ્ટિક મેચની ફી વધારી દીધી છે અને આ એક સારો નિર્ણય છે. પરંતુ જો એક સ્લેબ સિસ્ટમ લાવવામાં આવે, જેવી રીતે કે જે ખેલાડીઓ વધારે રમશે, તેણે વધારે ફી મળશે. તો તેનાથી વધારે ખેલાડીઓ રણજી ટ્રોફી રમવા ઈચ્છશે.

છેલ્લા ઘણા સમયથી એવા અનકેપ્ડ ખેલાડીઓને યાદ કરવા મુશ્કેલ છે જેમણે મોટી રકમ અપાઈ છે અને તેઓ કોઈ સારું પ્રદર્શન આપવામાં સફળ રહ્યા છે. મોટી રકમમાં ખરીદેલા ખેલાડીઓ બસ ગુમ થઈ જાય છે કારણકે તેમની ભૂખ અને ઈચ્છા મરી જાય છે. ફ્રેંચાઈઝીને કદાચ આનાથી કોઈ ફર્ક નથી પડતો, પણ ભારતીય ક્રિકેટ માટે કોઈપણ યુવા ખેલાડીની કારકિર્દી પાટા પરથી પડી ભાંગે તે સારા સંકેત નથી. પછી તે સફળ રહ્યો હોય કે નહીં. જ્યારે હરાજી દરમ્યાન કોઈ ખેલાડીની કિંમત ઓછી રહે છે, ત્યારે તેની પર અપેક્ષાઓનો ભાર ઓછો હોય છે, અને એ કારણે તે સારું રમી શકે છે.

ગાવસ્કરે હાલમાં રિટાયરમેન્ટની જાહેરાત કરનારા ગુજરાતના ભૂતપૂર્વ કેપ્ટન પ્રિયાંક પંચાલના પણ વખાણ કર્યા. તેમણે કહ્યું કે, પંચાલે અંદાજે બે દાયકા સુધી રણજી ટ્રોફીમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું છે, તે છતાં તેમણે ન IPLમાં રમવાની તક મળી ન તો ભારતની રાષ્ટ્રીય ટીમમાં જગ્યા મળી.

Related News

Icon