અમદાવાદ : નારોલમાં વૃંદાવન સોસાયટીમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. ખાળકૂવો સાફ કરવા ઉતરેલા ત્રણ યુવકોના ગૂંગળામણથી મોત થયા છે. ખાળકુવાનું સમારકામ કરવા એક યુવક અંદર ઉતર્યો હતો. ઘણા સમય બાદ પણ યુવક બહાર નહી આવતા બીજો અને ત્યારબાદ ત્રીજો યુવક ખાળકુવામાં બચાવ કાર્ય માટે ઉતર્યો હતો. આમ ખાળકૂવામાં ઉતરેલા ત્રણેય યુવકોના મોત થયા છે.

