Home / Entertainment : Zaheer and Sagarika share a photo of their son

ઝહીર અને સાગરિકાએ દેખાડ્યો 2 મહિનાના દીકરાનો ચહેરો, એક્ટ્રેસે શેર કરી ખાસ પોસ્ટ

ઝહીર અને સાગરિકાએ દેખાડ્યો 2 મહિનાના દીકરાનો ચહેરો, એક્ટ્રેસે શેર કરી ખાસ પોસ્ટ

બોલિવૂડ એક્ટ્રેસ સાગરિકા ઘાટગે હાલમાં મધરહૂડ પીરિયડ એન્જોય કરી રહી છે. સાગરિકા ઘાટગે અને ક્રિકેટર ઝહીર ખાન એપ્રિલમાં માતા-પિતા બન્યા હતા. સાગરિકાએ દીકરાને જન્મ આપ્યો હતો. દીકરાનું નામ ફતેહસિંહ ખાન રાખવામાં આવ્યું છે. હવે ફાધર્સ ડેના અવસર પર ઝહીર અને સાગરિકાએ દીકરાની તસવીર રિવીલ કરી છે. દીકરો બેડ પર સૂતો છે અને ઝહીર ખાન તેની સાથે રમી રહ્યો છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ફાધર્સ ડે પર ઝહીર ખાન માટે લખી પોસ્ટ

સાગરિકાએ ફાધર્સ ડે પર ઝહીર માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લાંબી પોસ્ટ પણ લખી છે. એક્ટ્રેસે લખ્યું કે, "હું મોટા ભાગે કેપ્શન નથી લખતી, પરંતુ આજે લખી રહી છું. કારણ કે એક દિવસ આપણો દીકરો આ વાંચશે અને તેને ખબર પડશે કે તે કેટલો નસીબવાળો છે કે તું તેને મળ્યો છે. તારી અંદર બધા માટે જે પ્રેમ છે અને જેવી રીતે તું બધાનું ધ્યાન રાખે છે તે શાનદાર છે. જો આપણો દીકરો થોડો પણ તારી જેમ ગ્રો કરે તો તે ખરેખર ખૂબ જ ભાગ્યશાળી હશે. જેવી રીતે જે પણ તારી સામે આવે છે તેની તું કેર કરે છે. કેવી રીતે રૂ મુશ્કેલ સમયમાં વસ્તુઓને પકડીને રાખે છે અને શાંત સ્વભાવથી તેને હેન્ડલ કરે છે, વાત કરે છે, આ તમામ બાબતો તને સ્પેશિયલ બનાવે છે. આપણા દીકરાની નજર સામે તું તેના માટે બેસ્ટ ઉદાહરણ છે. હેપ્પી ફાધર્સ ડે ઝહીર ખાન." સાગરિકાએ ફોટો અને કેપ્શન સાથે ઇવિલ આઈનું ઈમોજી પણ લગાવ્યું છે.

ઝહીર અને સાગરિકાની લવ સ્ટોરી

ઝહીરે એક ઇન્ટરવ્યુમાં બંનેની લવસ્ટોરી અંગે જણાવ્યું હતું, તેણે કહ્યું હતું, "અમારા બે માંથી કોઈ એકે તો લીડ લેવાની હતી, તેથી મેં આ નિર્ણય લીધો. અમે પહેલા બધાની સાથે મળતા અને એકબીજા સાથે એન્જોય કરતા હતા, પણ મને નહતી ખબર કે તે મને પસંદ કરે છે કે નહીં. ત્યારબાદ મેં સાગરિકાને કહ્યું કે હું તને ડિનર પર લઈ જવા માંગુ છું, પણ માત્ર તું અને હું, બીજું કોઈ નહીં. પહેલા તો સાગરિકાને લાગ્યું કે હું મજાક કરી રહ્યો છું. પણ પછી તેને ખ્યાલ આવ્યો કે હું સીરિયસ છું. અમને બંનેને લાગ્યું કે અમારી વચ્ચે કંઈક છે પણ ક્યારેય કંઈ બોલ્યા નહીં. અમે બંનેએ અમારી ફિલિંગ્સ શેર કરવા માટે પોત-પાતાનો ટાઈમ લીધો."

Related News

Icon