
સત્ય ઘટના પર આધારિત કોસ્ટાઓ ફર્નાન્ડિસની ક્રાઇમ ડ્રામા ફિલ્મ 'કોસ્ટાઓ' ઝીફાઇવ પર પહેલી મે એટલે ગઈકાલે રિલીઝ થઈ છે. ફિલ્મમાં નવાઝુદ્દીન સિદ્દિકી, પ્રિયા બાપટ, કિશોર કુમાર જી, હુસૈન દલાલ અને મહિકા શર્મા છે. ડિરેકટર છે સેજલ શાહ.
નિમરત કૌર અને રિદ્ધિ ડોગરા અભિનિત સિરીઝ 'કુલ - ધ લેગસી ઓફ ધ રાયઝિંગ્સ' જિયો હોટસ્ટાર પર આજથી આવી છે.
ડિરેકટર પોલ ફેઇગની અમેરિકન બ્લેક કોમેડી ફિલ્મ 'અનધર સિમ્પલ ફેવર'માં બ્લેક લાઇવલી, અન્ના કેન્ડ્રિક, એલિસન જેની, જોશુઆ સેટિન અને મિચ સાલ્મ છે. ફિલ્મ આજથી પ્રાઇમ વીડિયો પર આવી છે.
શ્રેણીબદ્ધ હત્યાના હાઈ પ્રોફાઇલ કેસ પર કેન્દ્રિત 'બ્લેક વ્હાઇટ એન્ડ ગ્રે - લવ કિલ્સ' આજથી સોની લિવ પર સ્ટ્રીમ થઈ રહી છે. એમાં અભિષેક ભાલેરાવ, નિશાંત શમસ્કર, મયૂર મોરે, તિગ્માંશુ ધુલિયા, દેવેન ભોજાણી અને હકીમ શાહજહાં મુખ્ય ભૂમિકામાં છે.