Rajkot news: ગોંડલમાં ધાક ધમકીઓ આપી ખુલ્લેઆમ મારામારીની ઘટનાઓ વધી રહી છે. ગોંડલ શહેરના રેતીચોક વિસ્તારમાં આવેલા વચ્છરાજ ફેબ્રિકેશનના કારખાનામાં જઈને સરપંચ પુત્રોએ યુવકને માર માર્યો હતો. ગોંડલમાં મારામારીની ઘટનાના CCTV સામે આવ્યા છે. 3 લોકોએ ભેગા મળીને ફેબ્રિકેશનના કારખાનામાં કામ કરતા કારીગરને લોખંડની પાઈપ વડે માર્યો છે. તેમજ લોખંડની છૂટ્ટી વસ્તુઓ ફેંકી હુમલો કર્યો હતો.

