
રાજ્યમાં ઉનાળાની શરૂઆત થતાની સાથે શહેરો અને ગામડાઓમાં આગના બનાવ વધ્યા છે. અમદાવાદ શહેરમાં આવેલા ખોખરા વિસ્તારમાં આજે 17મી એપ્રિલ બપોરના સુમારે અગમ્ય કારણોસર શરણમ્ બિઝનેસ હબમાં આગ લાગી હતી.
કાપડનું ગોડાઉન હોવાથી પ્રચંડ આગ પવનને લીધે વધુને વધુ ફેલાઈ હતી. આગને લઈ આસપાસના લોકોમાં ભય ફેલાયો હતો. જે અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ખોખરાના શરમણ્ બિઝનેસ હબ કાપડના ગોડાઉનમાં ઘટનાસ્થળે ફાયર બ્રિગેડની ટીમે તાબડતોબ જઈને આઠથી વધુ ગજરાજ ટેન્કરનો પાણીના મારા માટે ઉપયોગમાં લેવામાં આવ્યો હતો. કલાકોની ભારે જહેમત અને આશરે દોઢ લાખ લિટર પાણીના ઉપયોગથી આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. ગોડાઉનમાં વધુ હિટને કારણે પાણીનો સતત મારો ચાલુ રાખી ઠંડું કરવામાં આવ્યું હતું.