Home / World : 'We will provide asylum if necessary': Russia's offer to Elon Musk after dispute with Trump

'જરૂર પડી તો શરણ આપીશું', Trump સાથે વિવાદ બાદ રશિયાની Elon Muskને ઓફર

'જરૂર પડી તો શરણ આપીશું', Trump સાથે વિવાદ બાદ રશિયાની Elon Muskને ઓફર

Elon Musk: એલોન મસ્ક અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે તણાવ હવે રાજકીય ઘર્ષણમાં બદલાઈ ગયો છે. આ દરમિયાન રશિયાના એક વરિષ્ઠ સાંસદે મસ્કને રશિયામાં 'રાજકીય શરણ' આપવાની ઓફર કરી છે. આ પગલાથી ક્રેમલિનની તરફથી ભૂતકાળમાં આપવામાં આવેલી હાઈ-પ્રોફાઇલ સુરક્ષાની યાદ અપાવે છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

રશિયાએ રાજકીય શરણની આપી ઓફર
રશિયન સાંસદ (ડ્યૂમા)ની આંતરરાષ્ટ્રીય બાબતની સમિતિ પહેલા ઉપાધ્યક્ષ ત્રમિત્રી નોવિકોવે રશિયાની સરકારી ન્યૂઝ એજન્સી TASS સાથે વાતચીતમાં કહ્યું કે, જો મસ્ક ઈચ્છે તો રશિયા તેમને શરણ આપવા પર વિચાર કરી શકે છે. મસ્કનો ખેલ એકદમ અલગ છે, તેમને કોઈ રાજકીય શરણની જરૂર નહીં પડે. પરંતુ, જો જરૂર પડી તો રશિયા નિશ્ચિત રૂપે તેમને શરણ આપી શકે છે.' 

વિવાદોમાં ફસાયા એલોન મસ્ક
આ ટિપ્પણી એવા સમયે સામે આવી છે, જ્યારે અમેરિકાના રાજકારણમાં ઉથલ-પાથલ મચી છે. ટ્રમ્પના પૂર્વ સલાહકાર સ્ટીવ બેનને મસ્કને ગેરકાયદે પ્રવાસી કહી તેમના દેશનિકાલ અને સ્પેસએક્સને જપ્ત કરવાની માંગ કરી છે. મસ્ક તરફથી  હાલમાં જ પોતાના ડ્રેગન સ્પેસક્રાફ્ટ (જે NASA અને ISS વચ્ચે મોટી કડી છે)ને બંધ કરવાની ધમકીએ અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષાને લઈને ચિંતા ઊભી કરી છે, જેનાથી સરકારના હસ્તક્ષેપની માંગ તેજ થઈ છે. 

રશિયાએ જણાવ્યો અમેરિકાનો આંતરિક મામલો
જોકે, ક્રેમલિને પ્રવક્તા દિમિત્રી પેસકોવે આ વિવાદને રશિયાથી અલગ જણાવ્યો અને કહ્યું કે, 'આ અમેરિકાનો આંતરિક મામલો છે અને અમે તેમાં દખલગીરી નહીં કરીએ.' પરંતુ, રશિયાનો ઈતિહાસ કંઇક અલગ જ કહે છે. એડવર્ડ સ્નોડન સિવાય, બ્રિટિશ બ્લોગર ગ્રાહમ ફિલિપ્સ જેવા અનેક પશ્ચિમી ટીકાકારોને રશિયાએ પહેલાં પણ શરણ આપી છે. 

ક્યારેક એકબીજાના ખૂબ નજીક હતા, હવે સંબંધોમાં આવી ખટાશ
ટ્રમ્પ-મસ્ક સંબંધોમાં આવેલી ખટાશે વોશિંગ્ટનમાં ખળભળાટ મચાવી દીધો છે. ક્યારેક એકબીજાની નજીકના માનવામાં આવતા સંબંધ ત્યારે સમયે બગડ્યા જ્યારે ટ્રમ્પના ખર્ચ બિલની સામે ઊભા થઈ ગયા. જવાબમાં ટ્રમ્પે મસ્ક પર પ્રહાર કરતા કહ્યું કે, મસ્કનું મગજ ખરાબ થઈ ગયું છે અને સંકેત આપ્યો કે, તે સ્પેસએક્સની સરકાર સાથે કોન્ટ્રાક્ટ્સની સમીક્ષા કરી શકે છે. ત્યારબાદ ટ્રમ્પે પોતાના વલણને થોડું નરમ કર્યું અને કહ્યું કે, 'હું બસ શુભકામના આપું છું પરંતુ, જોખમ હજુ પણ છે. વળી, મસ્કે પણ પોતાનો સ્વર શાંત કર્યો અને નાસા મિશન બંધ કરવાની ધમકી પાછી ખેંચી લીધી.

 

Related News

Icon