Congress Adhiveshan: કોંગ્રેસે આગામી ચૂંટણીઓ માટે અગાઉથી જ તાડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. પહેલાં બિહાર અને હવે ગુજરાતમાં ચૂંટણી માટે પોતાના કાર્યકરો અને નેતાઓમાં જુસ્સો જગાડવા પ્રયાસો કરી રહ્યું છે. ગુજરાતમાં 64 વર્ષ બાદ યોજાયેલા કોંગ્રેસ અધિવેશનને સંબોધિત કરતાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પક્ષના નેતાઓને કડક ભાષામાં સંદેશ આપ્યો છે. તેમણે પક્ષના નેતાઓ અને કાર્યકરોને કામ ન થતું હોય તો રિટાયરમેન્ટ લઈ લેવા કહ્યું છે.

