Home / Gujarat : Red alert in 11 districts due to heavy rains

Gujaratમાં ભારે વરસાદને પગલે 11 જિલ્લામાં રેડ એલર્ટ, દ્વારકા મંદિરમાં અડધા સ્તંભે ધજા ચડાવાઈ

Gujaratમાં ભારે વરસાદને પગલે 11 જિલ્લામાં રેડ એલર્ટ, દ્વારકા મંદિરમાં અડધા સ્તંભે ધજા ચડાવાઈ

સૌરાષ્ટ્ર, દક્ષિણ અને મધ્ય ગુજરાત સહિત મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદી માહોલ જામ્યો છે, રાજ્યમાં આજે (28 જૂન) સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધીમાં 164 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ પંચમહાલના જાંબુઘોડા અને દેવભૂમિ દ્વારકામાં 2.40-2.40 ઇંચ વરસાદ ખાબક્યો છે. દ્વારકામાં ધોધમાર વરસાદને પગલે દ્વારકા જગત મંદિર પર અડધા સ્તંભે ધ્વજા ચડાવાઈ છે. જ્યારે હવામાન વિભાગે આગામી ત્રણ કલાકનું Nowcast જાહેર કર્યું છે. જેમાં 11 જિલ્લામાં રેડ ઍલર્ટ જાહેર કર્યું છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

11 જિલ્લામાં રેડ ઍલર્ટ

હવામાન વિભાગના Nowcast મુજબ, આજે (28 જૂન) સાંજે 4 વાગ્યાથી આગામી ત્રણ કલાક એટલે કે 7 વાગ્યા સુધીમાં અમદાવાદ, સુરેન્દ્રનગર, આણંદ, મોરબી, વડોદરા, પંચમહાલ, ભરુચ, નર્મદા, દેવભૂમિ દ્વારકા, કચ્છ, ભાવનગર જિલ્લામાં રેડ ઍલર્ટ જાહેર કર્યું છે.

દ્વારકા જગત મંદિર પર અડધા સ્તંભે ધ્વજા ચડાવાઈ

સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે, ત્યારે આજે દેવભૂમિ દ્વારકામાં 2.40 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. ધોધમાર વરસાદને પગલે દ્વારકાના દરિયામાં 20 ફૂટ ઊંચા મોજાં ઊછળ્યા અને ભારે કરંટ જોવા મળ્યો છે. જ્યારે દ્વારકા જગત મંદિર પર અડધા સ્તંભે ધ્વજા ચડાવવામાં આવી છે.

ગુજરાતમાં આજે 11 જિલ્લામાં વરસાદનું રેડ ઍલર્ટ, દ્વારકા મંદિર પર અડધા સ્તંભ પર ધજા ચડાવાઈ 4 - image

હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં આજે શનિવારે સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારમાં વરસાદનું જોર વર્તાશે. જેમાં કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ અને જામનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, આણંદ, ભરુચ, નવસારી, વલસાડ જિલ્લામાં ભારે વરસાદનું યલો ઍલર્ટ જાહેર કર્યું છે.

Related News

Icon