
ગુજરાતના Junagadh -ધોરાજી રોડ પર કાર અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. ગમખ્વાર અકસ્માતમાં ત્રણ યુવકના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. સરગવાડા ગામમાં ત્રણેય યુવકનો એક સાથે જનાજા નીકાળતા ગામમાં શોકમય માહોલ છવાયો હતો. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
જૂનાગઢ-ધોરાજી રોડ અકસ્માતમાં ત્રણ યુવકોના મોત
જૂનાગઢ-ધોરાજી રોડ પર ત્રિપલ સવારી જઈ રહેલા બાઈક ચાલકને કારે ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં આમિર અબડા, અલ્ફેઝ કાઠી અને અરમાન સૈયદનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. બનાવને પગલે મૃતકોના પરિવારોમાં શોકનો માહોલ છવાયો છે.
સમગ્ર ઘટનાને પગલે સ્થાનિક પોલીસ અકસ્માતની ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. સ્થાનિકોનું કહેવું છે કે, 'કેટલાક લોકો બેફામ ગાડીઓ ચલાવે છે અને અનિયમિત ટ્રાફિકની સમસ્યાને કારણે અકસ્માતની ઘટના સર્જાય છે.'