
Rajkot news: રાજકોટમાં વિવિધ સોશિયલ મીડિયા મારફતે ઓનલાઈન ગેમિંગનું પ્રમોશન થતું હોવાનું સાયબર ક્રાઈમને માહિતી મળતા આખરે સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર દીપ ગોસ્વામી અને ધાર્મિક વાઘાણી સામે સાયબ ક્રાઈમે ગુનો નોંધ્યો હતો.
રાજકોટ શહેરના સાયબ ક્રાઈમે બે સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર દીપ ગોસ્વામી તેમજ ધાર્મિક વાઘાણી સામે ગુના નોંધી અટકાયતી પગલાં લઈ મોબાઈલ ફોન કબ્જે લેવામાં આવ્યા હતા. બંને સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સન્સર દ્વારા ઓનલાઈન ગેમિંગ બાબતે પ્રમોશન કરવા જુદીજુદી ફી લેતા હોવાનું સાયબર ક્રાઈમના ધ્યાને આવ્યું હતું. જેથી આ બંને સામે પગલાં લેવામાં આવ્યા હતા.