
ગુજરાતના રાજકોટ જિલ્લાના એક ગામમાં દીપડો દેખાતા ડરનો માહોલ છવાયો હતો. મળતા અહેવાલ પ્રમાણે રાજકોટમાં રાજકોટના મનહરપુરા ગામના સીમ વિસ્તારમાં દીપડો દેખાતા ખેડૂતોમાં ભયનો માહોલ છવાયો છે.ખેડૂતોએ જણાવ્યું કે, તેઓ ખેતરમાં પિયત કરતા હતા ત્યારે દીપડો માત્ર પાંચ ફૂટના અંતરે દેખાયો હતો.
દીપડાને પકડવા મનહરપુરા ગામની સીમમાં પાંજરા મૂક્યા
ખેડૂતોએ તેમણે નજીકથી જોયો હતો. આ ઘટના બાદ વન વિભાગે દીપડાને પકડવા મનહરપુરા ગામની સીમમાં પાંજરા મૂક્યા છે.આ ઘટનાએ સ્થાનિક લોકોમાં ચિંતા વધારી છે, અને વન વિભાગ દ્વારા ઝડપી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.