ગુજરાતમાં નકલી પોલીસ, જજ, વકીલ, શિક્ષક, ડૉક્ટર, PMO અધિકારીની ભરમાર વચ્ચે ગૃહમંત્રીના નકલી ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી (OSD) અધિકારી ઝડપાયા છે. આરોપીએ ગૃહમંત્રીના નકલી ઓએસડી બનીને પોલીસ તપાસને પ્રભાવિત કરવાનો પ્રયાસ કર્યો હતો. હાલ દમણ પોલીસે બન્ને આરોપીની ધરપકડ કરીને પૂછપરછ શરૂ કરી છે.

