Home / Career : Keep these things in mind if you are giving interview for the first time

Interview Tips / પહેલીવાર ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છો? તો જરૂર ધ્યાનમાં રાખો આ બાબતો

Interview Tips / પહેલીવાર ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છો? તો જરૂર ધ્યાનમાં રાખો આ બાબતો

આજના ડિજિટલ યુગમાં, ઇન્ટરવ્યુ ઓનલાઈન હોય કે ઓફલાઈન, જો તમે સારી નોકરી મેળવવા માંગતા હોવ તો તમારે તેના માટે યોગ્ય રીતે તૈયારી કરવી પડશે. તેમાં પણ જો તમે પહેલીવાર નોકરી માટે ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા હોવ તો તમારે કેટલીક બાબતો ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ. જેથી ઇન્ટરવ્યુ આપવા જાવ ત્યારે કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે. આજે અમે તમને તે બાબતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેનું તમારે ધ્યાન રાખવું જોઈએ.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

સીવીમાં સાચી માહિતી લખો

ઇન્ટરવ્યુ શરૂ થાય તે પહેલાં તમારું સીવી સૌથી પહેલા જોવામાં આવે છે. આવી સ્થિતિમાં, તમારે ધ્યાનમાં રાખવું પડશે કે સીવીમાં કોઈ ભૂલ ન હોવી જોઈએ. ઉપરાંત, તમે તેમાં લખો છો તે બધી માહિતી સાચી હોવી જોઈએ કારણ કે તમારી એક ભૂલને કારણે, તમારા હાથમાંથી નોકરી જતી રહેશે.

સીવીની હાર્ડ કોપી સાથે રાખો

ઘણી વખત, એવું બને છે કે ઉમેદવારો તેમના સીવીની હાર્ડ કોપી વિના સીધા ઇન્ટરવ્યુમાં પહોંચી જાય છે. ઉમેદવારો એવી વિચારે છે કે સીવી ઈ-મેઈલ કરી દીધું છે, તો તે ઇન્ટરવ્યુઅર પાસે પહેલેથી હશે, પરંતુ તમારે આ ભૂલ ન કરવી જોઈએ. જ્યારે પણ તમે ઇન્ટરવ્યુ આપવા માટે જાઓ ત્યારેતમારું સીવી તમારી સાથે લઈ જાઓ અને સૌથી પહેલા ઇન્ટરવ્યુઅરને તમારું સીવી આપો.

પોતાની જાત પર વિશ્વાસ રાખો

સીવીની સાથે, તમારી બોડી લેંગ્વેજ પણ નોકરીની પસંદગીમાં મોટી ભૂમિકા ભજવે છે. જો તમને તમારામાં વિશ્વાસ હશે, તો તમે બધા પ્રશ્નોના જવાબ સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે આપી શકશો. તમારે ગભરાવાની જરૂર નથી. જો તમને તમારી જાત પર વિશ્વાસ હશે તો તમે ખુલીને વાત કરી શકશો. વિશ્વાસ વિના તમે કોઈપણ કામ નથી કરી શકતા.

સારી રીતે તૈયારી કરો

તમે જે પણ ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છો, તેની સારી તૈયારી કરો. એટલે કે, ઇન્ટરવ્યુમાં, તમારે તમારા વિષયને લગતા બધા પ્રશ્નો અને જવાબો વાંચી લેવા જોઈએ. જેથી ઇન્ટરવ્યુ દરમિયાન તમને કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે.

Related News

Icon