પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે, જેના કારણે ભારત અને પાકિસ્તાને પોતાના હવાઈ ક્ષેત્ર બંધ કરી દીધા છે. હવે એર ઇન્ડિયાને ડર છે કે જો પાકિસ્તાની હવાઈ ક્ષેત્ર 1 વર્ષ સુધી બંધ રહેશે તો તેને મોટું નુકસાન સહન કરવું પડી શકે છે. એર ઇન્ડિયાનો દાવો છે કે તેને એક વર્ષમાં લગભગ $600 મિલિયન (રૂ. 5053 કરોડ) નો વધારાનો ખર્ચ સહન કરવો પડી શકે છે.

