Home / India : commotion during shoe-stealing ceremony matter reached point of calling police

લગ્નમાં જૂતા ચોરવાની વિધિમાં ધમાલ, કન્યા પક્ષે જાનૈયાને બનાવ્યા બંદી: પોલીસ બોલાવવા સુધી પહોંચ્યો મામલો

લગ્નમાં જૂતા ચોરવાની વિધિમાં ધમાલ, કન્યા પક્ષે જાનૈયાને બનાવ્યા બંદી: પોલીસ બોલાવવા સુધી પહોંચ્યો મામલો

લગ્નના રીવાજોમાં થોડી મજાક મશ્કરી ચાલે છે પરંતુ યૂપીના બીજનોરમાં જૂતા ચોરવાની વિધિમાં એવી બબાલ ઉભી થઇ કે મામલો પોલીસ સ્ટેશન સુધી પહોચી ગયો હતો.વરરાજાની સાળીએ જૂતાના બદલે રુપિયા માંગ્યા તો વરરાજાએ સાવ સસ્તામાં જૂતા પરત આપવાની વાત કરતાં માંડવા વાળાએ વરરાજાને ભીખારી જેવો છે તેવુ બોલતાં રીવાજની મજાક મસ્તી લાઠી અને ડંડાની મારામારી સુધી પહોચી હતી. આખરે પોલીસે બન્ને પક્ષને સમજાવ્યા અને મામલો શાંત કરાવ્યો. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

દેહરાદુનના ચકરોતાથી મોહમ્મદ સાબિરની જાન બિજનોરના ગઢમલપુર પહોચી હતી. નાચ ગાન જાનનું સ્વાગત બધુ બરાબર ચાલ્યુ હતું. જૂતા ચોરવાની વિધિમાં સાળીની ટીમે વરરાજાના જૂતા ચોરી લીધા બાદ પરત આપવા 50000  માંગ્યા હતાં. વરરાજા અને તેના મિત્રો 5000માં મામલો નિપટાવવા અડગ રહેતાં માંડવિયામાંથી કોઇએ વર પક્ષને ભીખારી જેવા છે તેવું કહેતાં મામલો વણસ્યો હતો.

શું દીકરીને બદલે પૈસા જોઇએ છે

વરરાજાના પક્ષના લોકોએ દીકરીને બદલે પૈસા જોઇએ છે તેવું કહેતાં વાત મારપીટ સુધી પહોચી ગઇ હતી. કન્યા પક્ષના લોકોએ જાનૈયાઓને રુમમાં પૂરી દીધા હતાં.કોઇએ વીડિયો બનાવીને સમગ્ર હકિકત વાઇરલ કરતાં હોબાળો મચી ગયો હતો. 

વરરાજા નારાજ થઇ ગયા અને દુલ્હનને સાથે લઇ જવાનો ઇન્કાર કરી દીધો હતો. કન્યા પક્ષ વાળાએ ગુંડાઓ એકત્રીત કર્યા હતાં તેઓએ વરરાજાના પિતાજી, દાદાજી, ભાઇ તેમજ જીજાજીની ધોલાઇ કરી હતી. કોઇ શાણાએ પોલીસને ફોન કરતાં પોલીસની ટીમ સમારોહના સ્થળે પહોચીને જાનૈયાઓને છોડાવ્યાં હતાં આ મામલો એટલો ગરમ થયો હતો કે જાનૈયા અને માંડવા પક્ષના લોકો પોલીસ સ્ટેશન પહોચ્યાં હતાં. 

પોલીસ સ્ટેશનના ઓફિસરે બન્ને પક્ષકારોની વાત સાંભળીને બન્ને પક્ષને શાંત પાડયા હતાં. તેઓએ  વાતનું વતેસરની હઠ લઇને બેઠેલા વચેટીયાઓને સામાજીક જવાબદારી અને વર- કન્યાના ભવિષ્યની દુહાઇ આપીને સમાધાન કરાવતા જાનૈયાઓ કન્યાને લઇને વિદાય થયા હતાં.

 

Related News

Icon