Ahmedabad Plane Crash News: અમદાવાદના એર ઇન્ડિયાના પ્લેન ક્રેશમાં “ રામ રાખે એને કોણ ચાખે “ કહેવતને સાબિત કરતો એક ચમત્કારિક બનાવ બન્યો છે. બી.જે. મેડિકલ કોલેજમાં ફર્સ્ટ યર MBBS ના વિદ્યાર્થી દ્રિજેશ મોરનો આ દુર્ઘટનામાં ચમત્કારિક બચાવ થયો છે. પ્લેન ક્રેશ થયું ત્યારે દ્રિજેશ બિલ્ડિંગમાં હાજર હતો અને હાથ ધોઈ રહ્યો હતો. જો કે દ્રિજેશ પરત માદરે વતન પાલનપુર પહોચ્યો હતો જો કે, આ ઘટનાને ચિતારથી જણાવી હતી.
પ્લેન ક્રેશ થયું ત્યારે હું મેસમાં જમવાનું પૂરું કરીને થાળી મૂકવા ગયો હતો : દ્રિજેશ મોરે
દ્રિજેશ મોરેએ કહ્યું કે, પ્લેન ક્રેશ થયું ત્યારે હું મેસમાં જમવાનું પૂરું કરીને થાળી મૂકવા ગયો હતો. અચાનક જ એક તીક્ષ્ણ અવાજ આવ્યો. પહેલા તો લાગ્યું કે ભૂકંપ આવ્યો છે બારીઓ ભારે પવનથી ખુલી ગઈ, ત્યારે ધૂળના કારણે શ્વાસ લેવામાં પણ તકલીફ થવા લાગી અને દ્રષ્ટિ પણ અંધકારમય થઈ ગઈ. બે મિનિટ સુધી હું ત્યાં જ ઉભો રહ્યો, કારણ કે બહાર નીકળવું જોખમભર્યું લાગતું હતું.
બહાર નીકળ્યો હોત તો દિવાલ તૂટીને મારી પર પડી હોત, જો મેસમાં જમતો હોત તો છત તૂટી પડી હોત : દ્રિજેશ મોરે
દ્રિજેશે જણાવ્યું કે, જો હું બહાર નીકળ્યો હોત તો દિવાલ તૂટીને મારી પર પડી હોત. જો મેસમાં જમતો હોત તો છત તૂટી પડી હોત. હું એકદમ પરફેક્ટ લોકેશન પર હતો, જેનાથી હું બચી ગયો. આ બધું ભગવાનની મહેરબાની છે. દ્રિજેશે વધુમાં જણાવ્યું કે, બહાર નીકળ્યા ત્યારે મેસના ઉપરના માળે પ્લેનની બોડી દેખાઈ. તે દ્રશ્ય ભયાવહ હતું. લોકો દોડતા હતા, ચીસો પાડી રહ્યા હતા. તે સમયે કોઈએ ફોટોગ્રાફી કે વીડિયોગ્રાફી વિશે વિચાર્યું પણ નહીં. દ્રિજેશે પોતાની વાત અંતે પૂર્ણ કરતાં જણાવ્યું કે, આ દુર્ઘટનામાં જીવિત બચવું મારા માટે એક ચમત્કાર છે. હું ભગવાનને પ્રાર્થના કરીશ ઘાયલ તમામ લોકો વહેલી તકે સ્વસ્થ થાય.