Home / India : Shankaracharya Avimukteswaranand said, Why didn't Dhirendra Shastri remove the terrorists' slip?

Pahalgam Attackને ગુસ્સે ભરાયા શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ, કહ્યું- ધીરેન્દ્ર શાસ્ત્રીએ આતંકવાદીઓની પરચી કેમ ન કાઢી?

Pahalgam Attackને ગુસ્સે ભરાયા શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ, કહ્યું- ધીરેન્દ્ર શાસ્ત્રીએ આતંકવાદીઓની પરચી કેમ ન કાઢી?

Kashmir Terror Attack: જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદે એક નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, 'સરકારે પહેલા પોતાના દેશમાં છુપાયેલા આતંકવાદીઓને શોધવા જોઈએ.'

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

પહલગામ હુમલા પર સવાલ ઉઠાવતા શંકરાચાર્યએ કહ્યું કે, 'આતંકવાદીઓ દેશમાં કેવી રીતે ઘૂસ્યા? 40 મિનિટ સુધી તેઓ લોકોને મારતા રહ્યા અને પછી સરળતાથી ભાગી નીકળ્યા. તેમણે મોદી સરકાર પાસે આ મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરવાની માંગ કરી છે.

લાંબા સમય સુધી આતંકવાદીઓ મુક્તપણે કેવી રીતે ફર્યા
સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ કહ્યું કે, 'જ્યાં સુધી આપણે આપણી અંદરના દુશ્મનોને નહીં ઓળખીએ, ત્યાં સુધી દેશની સુરક્ષા પર માત્ર વાતો જ ચાલુ રહેશે. સુરક્ષામાં આટલી મોટી ખામી કેવી રીતે થઈ? આતંકવાદીઓ આટલા લાંબા સમય સુધી મુક્તપણે કેવી રીતે ફરતા રહ્યા? તેમજ, જ્યારે હુમલા પછી તરત જ આતંકવાદીઓના નામ અને ફોટા મળી જાય છે, તો પછી આ માહિતી પહેલા કેમ મળી ન હતી?'

'આ ઘટનાની પરચી કેમ ન કાઢી'
શંકરાચાર્યને બાગેશ્વર ધામના મહારાજને લઈને પૂછતા સવાલ કરતાં કહ્યું કે, તેઓ દરેક માટે પરચી કાઢે છે તો, આ ઘટના માટે પરચી કેમ ન કાઢી. આ અંગે સ્વામી અવિમુક્તેશ્વરાનંદે કહ્યું કે અમને પણ અપેક્ષા છે કે, મહારાજ આતંકવાદીઓ માટે પણ પરચી કાઢે. તો અમને લોકોને પણ ખબર પડે.

સ્વામી અવિમુક્તેશ્વરાનંદે કહ્યું કે, 'બાગેશ્વર ધામના મહારાજ હિન્દુ રાષ્ટ્ર બનાવવાની વાત કરે છે. તેમણે જે ગામને હિન્દુ ગામ બનાવ્યું છે, તે ગામમાં પહેલેથી જ બાગેશ્વર મહારાજ બિરાજમાન છે. એ તો હિન્દુ જ છે, તો પછી તેને હિન્દુ ગામ બનાવવાની શું જરૂર હતી.

 

Related News

Icon