Home / Gujarat / Ahmedabad : Prerak Shah becomes Ahmedabad city BJP president

અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ તરીકે પ્રેરક શાહની નિમણુંક

અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ તરીકે પ્રેરક શાહની નિમણુંક

ગુજરાતમાં ભાજપ પ્રદેશ પ્રમુખનો મુદ્દો એક તરફ લટકેલો છે ત્યારે ભાજપ દ્વારા રાજ્યમાં વિવિધ શહેરોના પ્રમુખની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત ભાજપ દ્વારા બાકી રહેલા શહેર-જિલ્લા પ્રમુખોની જાહેરાત કરવામાં આવી રહી છે. ગાંધીનગર, પોરબંદર અને પંચમહાલ ભાજપના જિલ્લા પ્રમુખોની વરણી કરવામાં આવી છે. વડોદરા જિલ્લા ભાજપ અધ્યક્ષપદે રસિક પ્રજાપતિના નામની જાહેરાત કરવામાં આવી છે. અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ તરીકે પ્રેરક શાહની નિમણુંક કરવામાં આવી છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ચેતના તિવારી (રૂપારેલ)ની નિમણૂંક

પોરબંદર જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે ડૉ. ચેતનાબેન તિવારી (રૂપારેલ)ની નિમણૂંક કરવામાં આવી છે. પૂર્વ પાલિકા પ્રમુખ અને મહિલા ભાજપના સક્રિય અગ્રણીની નિમણૂકથી ભાજપમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. પૂર્વ સાંસદ મોહન કુંડારિયાએ કવર ખોલી ચેતનાબેન તિવારીના નામની જાહેરાત કરી હતી.

મયંક દેસાઇ બન્યા પંચમહાલ જિલ્લા ભાજપ પ્રમુખ

પંચમહાલ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે મયંક દેસાઇની વરણી કરવામાં આવી છે. ગોધરા ભાજપ કમલમ ખાતે મળેલી સંકલનની બેઠકમાં પ્રમુખ તરીકે મયંક દેસાઇની જાહેરાત કરાઇ હતી.સંકલનની બેઠકમાં કરસન ગોંડલીયાએ ચૂંટણી અધિકારી તરીકે ઉપસ્થિત રહી ભાજપ જિલ્લા પ્રમુખના નામની જાહેરાત કરી હતી. ગોધરા ખાતે મળેલી ભાજપ સંકલનની બેઠકમાં પંચમહાલના સાંસદ તથા પંચમહાલના પ્રભારી ભરત ડાંગર સહિત ધારાસભ્યો ઉપસ્થિત રહ્યાં હતા.

ગાંધીનગર મહાનગર ભાજપ અધ્યક્ષની જાહેરાત

ગાંધીનગર મહાનગર ભાજપ અધ્યક્ષની પણ જાહેરાત કરવામાં આવી છે. આશિષ દવેની ગાંધીનગર મહાનગર ભાજપ અધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવી હતી.આશિષ દવે GUDAના ચેરમેન રહી ચુક્યા છે. આશિષ દવે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ હતા.

ખેડા જિલ્લાના પ્રમુખ તરીકે નયનાબેન પટેલની નિમણૂક

ભારતીય જનતા પાર્ટીએ ખેડા જિલ્લાના પ્રમુખ તરીકે નયનાબેન પટેલની નિમણૂક કરવામાં આવી છે.

 

 

 

 

Related News

Icon