Home / India : Quran, what did Tahawwur Rana ask from NIA?

કુરાન, પેન ...! સ્પેશિયલ સેલમાં કેદ Tahawwur Ranaએ NIA પાસે શું માંગ્યું?

કુરાન, પેન ...! સ્પેશિયલ સેલમાં કેદ Tahawwur Ranaએ NIA પાસે શું માંગ્યું?

26/11 ના મુંબઈ હુમલાનો માસ્ટરમાઈન્ડ તહવ્વુર રાણા(Mumbai attack mastermind Tahawwur Rana) હવે રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) ની કસ્ટડીમાં છે. NIA એ  Tahawwur Ranaને નવી દિલ્હી સ્થિત તેના CGO કોમ્પ્લેક્સ મુખ્યાલયમાં કડક સુરક્ષા હેઠળ રાખ્યો છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

તહવ્વુર રાણાની આસપાસ મોટી સંખ્યામાં સુરક્ષા દળો તૈનાત છે, જે 24 કલાક તેના પર નજર રાખે છે. જોકે, આ દરમિયાન બીજા એક સમાચાર સામે આવી રહ્યા છે. NIA કસ્ટડીમાં રહેલા  Tahawwur Ranaએ 3 બાબતોની માંગણી કરી છે.

Tahawwur Ranaની 3 માંગણીઓ
અહેવાલ મુજબ,  Tahawwur Ranaએ જેલમાં કુરાનની માંગણી કરી હતી. આવી સ્થિતિમાં, તેમને કુરાનની એક નકલ આપવામાં આવી છે. કુરાન ઉપરાંત,  Tahawwur Ranaએ પેન અને કાગળ માંગ્યા હતા. તેમની ત્રણેય માંગણીઓ પૂર્ણ થઈ ગઈ છે. જોકે, સુરક્ષા દળો હંમેશા તેના પર નજર રાખે છે જેથી ખાતરી કરી શકાય કે તે પેનથી પોતાને નુકસાન ન પહોંચાડે. આ ત્રણ વસ્તુઓ સિવાય તેણે હજુ સુધી બીજું કંઈ માંગ્યું નથી.

તે દરરોજ ૫ વખત નમાજ કરે છે
Tahawwur Ranaને અન્ય કેદીઓની જેમ જેલમાં રાખવામાં આવ્યો છે, તેમને કોઈ ખાસ સુવિધાઓ આપવામાં આવી નથી.  Tahawwur Rana દિવસમાં પાંચ વખત નમાજ  પણ અદા કરે છે. જેલમાં, તે દિવસમાં પાંચ વખત નમાજ  અદા કરતો જોવા મળે છે.

કોર્ટે 18 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા
કોર્ટના આદેશ પર,  Tahawwur Ranaને દર બીજા દિવસે તેના વકીલને મળવાની છૂટ છે. તેને કસ્ટડીમાં રહેલા અન્ય કેદીઓને મળતી બધી સુવિધાઓ મળી રહી છે. અમેરિકાથી પરત ફર્યા બાદ, NIAએ શુક્રવારે સવારે  Tahawwur Ranaને દિલ્હીની કોર્ટમાં રજૂ કર્યો. આ સમય દરમિયાન, કોર્ટે તેને 18 દિવસના રિમાન્ડ પર મોકલી આપ્યો છે.

Related News

Icon