
Vadodara news: વડોદરા શહેરમાં આવેલા ઐતિહાસિક માંડવી ગેટના પિલરની સ્થિતિ જોઈ વડોદરાવાસીઓ દુ:ખી થયા છે. તંત્રની બેદરકારીએ આ ઐતિહાસિક વારસા એવા માંડવી ગેટની સ્થિતિ ખૂબ કથળી ગઈ છે. આટલું ઓછું હોય તેમ માંડવી ગેટના પિલરની ક્રેક બીજી જગ્યાએ પણ જોવા મળી છે. હજી સુધી વડોદરા તંત્ર નહિ જાગે તો સર્જાઈ શકે છે મોટી મુશ્કેલીઓ. હેરિટેજ ઈમારતોની જાળવણીઓ જે રીતે થવી જોઈએ તેવી રીતે થતી નહિ હોવાની બૂમો ઉઠવા પામી છે.
વડોદરાના જાણીતા અને ઐતિહાસિક ધરોહર એવા માંડવી ગેટના તિરાડો સર્જાઈ છે. જેને લઈ માંડવી ગેટ નીચે ભેગા થયેલા સામાજિક કાર્યકરો અને ધાર્મિક સંસ્થાના અગ્રણીઓ હાલત જોઈને તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો. ગઈકાલે વડોદરાના મહારાણી રાધિકા રાજે પણ એક્સપર્ટ ટીમ સાથે દોડી આવ્યાં હતાં. માંડવી ગેટની આ પ્રકારના હાલ જોઈને લોકો દુઃખી થયા છે. ઐતિહાસિક માંડવીના આ પ્રકારની સ્થિતિને જોઈ વિઠ્ઠલ નાથજી મંદિરના મહંતે પગરખાં નહિ પહેરવાનો નિર્ણય લઈ અહિંસક વિરોધ શરૂ કર્યો છે.
વડોદરાના માંડવી ગેટની આ સ્થિતિ તંત્રની લાપરવાહીના કારણે ડામાડોળ થઈ હોવા આક્ષેપ,થઈ રહ્યા છે. માંડવી ગેટના પિલ્લરના કાંગરા ગત ફેબ્રુઆરીથી ખરી રહ્યા છે પરંતુ તંત્ર દ્વારા ઉદાસીન વલણ અપનાવવામાં આવતા મોટું નુકસાન થયું છે. જેથી માંડવી ગેટનુ સમારકામ વહેલી તકે થાય અને કોને આ કામ કર્યું છે તેની તકતી મૂકવાની માંગ કરવામાં આવી છે.