
Vadodara news: વડોદરા શહેરમાં આવેલા ઐતિહાસિક માંડવી જર્જરિત થતા તિરાડો પડવા લાગી છે, જેથી હંગામી રીતે તેમાં લોખંડના પિલ્લર મૂકવામાં આવ્યા છે. ત્યારે માંડવીની નજીક માં આવેલા શ્રી વિઠ્ઠલનાથજી મંદિરના પૂજારી હરિઓમ વ્યાસજી મેદાને આવ્યા, અને જ્યાં સુધી માંડવીનું સમારકામ ન થાય ત્યાં સુધી પગરખાં નહિ પહેરવાનો નિર્ણય લીધો છે. માંડવી દરવાજો વડોદરા શહેરની શાન ગણાય છે, જેના કાંગરા ખરી પડતા સૌ કોઈ ચિંતિત છે ત્યારે આ કરુણ દશાથી ધાર્મિક સંસ્થાના પૂજારી વ્યથિત થયા છે અને પગરખાં નહિ પહેરવાનો નિર્ણય કર્યો હતો.
વડોદરા શહેરના મહારાણી રાધિકા રાજે ગાયકવાડને ઐતિહાસિક માંડવી ચાર દરવાજાની ચિંતા થઈ હતી. હેરિટેજ ટ્રસ્ટના અગ્રણીઓ સાથે માંડવીની મુલાકાતે આવ્યાં. માંડવીના કાંગરા ખરતા સૌ કોઈ ચિંતિત છે. વડોદરાના ઐતિહાસિક માંડવી ચાર દરવાજાની ખખડધજ હાલતને લઈને સૌ કોઈએ ચિંતા વ્યક્ત કરી હતી. પરંતુ વડોદરા મહાનગર સેવા સદનના જે સત્તાધીશો છે તેમના પેટનું પાણી પણ હાલ્યું નથી. ત્યારે રાજવી પરિવારના રાણી રાધિકા રાજે ગાયકવાડ દ્વારા માંડવી ચાર દરવાજાની મુલાકાત લેવામાં આવી હતી. તેમની સાથે સાથે આર્કિયોલૉજી ડિપાર્ટમેન્ટના અધિકારીઓ તેમજ હેરિટેજ ધરોહરની જાળવણી સાથે સંકળાયેલા હોદ્દેદારો પણ હાજર રહ્યા હતા. માંડવી શહેરની શાન છે જેના કાંગરા ખરતા જોઈને સૌને ચિંતા છે.