Time Magazine 100 Influential Leaders List: ટાઈમ મેગેઝિન દ્વારા જાહેર કરાયેલા વિશ્વના 100 સૌથી પ્રભાવશાળી લોકોની યાદીમાં કોઈ ભારતીય નાગરિકને(Indian citizen) સ્થાન મળ્યું નથી. આ યાદીમાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને એલોન મસ્કને(Donald Trump and Elon Musk) સ્થાન મળ્યું છે, જ્યારે બાંગ્લાદેશમાં વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસને પણ સ્થાન આપવામાં આવ્યું છે. આ યાદીમાં ભારતના કોઈ પણ વ્યક્તિને સ્થાન મળ્યું નથી, જે આશ્ચર્યજનક છે. સામાન્ય રીતે, દર વર્ષે, એક યા બીજા ભારતીયને તેમાં સ્થાન મળતું હતું અને ક્યારેક, એક ડઝન જેટલી સેલિબ્રિટીઓને સ્થાન આપવામાં આવતું હતું. 2024માં બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટ અને કુસ્તીબાજ સાક્ષી મલિકને પણ તેમાં સ્થાન મળ્યું હતું.

