શિવરાત્રી, દુર્ગા પૂજા, ગણેશ ચતુર્થી જેવા હિન્દુ તહેવારો પર પૂજા કરતી વખતે દેવશ્રી તેના ઘરના મંદિરની તસવીરો પોસ્ટ કરતી રહે છે.

દેવશ્રી દેવી મા, ભગવાન શિવ, રામ સીતા, ભગવાન શ્રી ગણેશની પૂજા કરતી પોતાની તસવીરો પણ શેર કરતી રહે છે.

દેવશ્રી ઈન્સ્ટાગ્રામ પર ઘણી એક્ટિવ છે. તેના ઇન્સ્ટાગ્રામ બાયોમાં, દેવશ્રી બિસ્વાસ સંચિતાએ પોતાને એક ખેડૂત, ભગવાન કૃષ્ણની ભક્ત અને પ્રાણી પ્રેમી ગણાવી છે.

લિટન દાસને દુર્ગા પૂજાની શુભેચ્છા આપવા બદલ બાંગ્લાદેશમાં ભારે ટ્રોલ કરવામાં આવ્યો હતો.

બાંગ્લાદેશી ક્રિકેટર લિટન દાસ અને તેની પત્ની દેવશ્રી બિસ્વાસ સંચિતા બંને હિન્દુ ધર્મ પાળે છે અને ભગવાનના પરમ ભક્ત છે.

દેવશ્રી ઈન્સ્ટાગ્રામ પર પોતાની સુંદર તસવીરો શેર કરવાની સાથે દેવશ્રી તેના પતિ લિટન દાસ સાથેની રોમેન્ટિક તસવીરો પણ શેર કરે છે. ઈન્સ્ટા પર તેના 79.8K ફોલોઅર્સ છે.

લિટન દાસ અને દેવશ્રી બિસ્વાસ સંચિતા સોશિયલ મીડિયા પર દરેક હિંદુ તહેવારની શુભેચ્છા પાઠવે છે.

લિટન દાસ દેવી માના ભક્ત છે, જ્યારે દેવશ્રી પોતાને ભગવાન કૃષ્ણની દાસી માને છે.

Icon