પિતાના લગ્નમાં જાનૈયા બની ખૂબ નાચ્યા છે આ સ્ટાર
આમિર ખાન અને કિરણ રાવના લગ્નમાં અભિનેતાનો મોટો પુત્ર જુનૈદ ખાન હાજર રહ્યો હતો. આમિર ખાને વર્ષ 2005માં કિરણ રાવ સાથે લગ્ન કર્યા હતા.
બોની કપૂર અને શ્રીદેવીના લગ્નમાં અર્જુન કપૂરની તસવીરો વાયરલ થઈ રહી છે. તસવીરમાં અર્જુન કપૂર પિતા બોની કપૂરની પાસે બેઠો જોવા મળ્યો હતો. બોની કપૂરે વર્ષ 1996માં શ્રીદેવી સાથે બીજા લગ્ન કર્યા હતા.
સારા અલી ખાન તેના પિતા સૈફ અલી ખાનના લગ્નમાં હાજરી આપી હતી. સૈફ અલી ખાને વર્ષ 2012માં કરીના કપૂર સાથે લગ્ન કર્યા હતા.
પલક તિવારી તેની માતા શ્વેતા તિવારીના લગ્નમાં ડાન્સ કરતી જોવા મળી હતી. શ્વેતા તિવારીએ વર્ષ 2013માં અભિનવ કોહલી સાથે લગ્ન કર્યા હતા.
અરહાન ખાન તેના પિતા અરબાઝ ખાનના બીજા લગ્નમાં નચતો જોવા મળ્યો હતો. મલાઈકા અરોરા બાદ અરબાઝ ખાને 2023માં શુરા ખાન સાથે લગ્ન કર્યા હતા.
સલમાન ખાનના પિતા સલીમ ખાને 1981માં હેલન સાથે લગ્ન કર્યા હતા. સલીમ ખાન અને હેલનના લગ્ન સમયે સલમાન ખાન ઘણો મોટો હતો.
બોલિવૂડ એક્ટર શાહિદ કપૂર તેની માતાના બીજા લગ્નમાં સામેલ થયો હતો. નીલિમા અઝીમે વર્ષ 1990માં રાજેશ ખટ્ટર સાથે બીજા લગ્ન કર્યા હતા.