નેહા ધૂપિયા બોલિવૂડની પોપ્યુલર એક્ટ્રેસમાંથી એક રહી છે. 2011માં એક ઈન્ટરવ્યૂમાં નેહાએ તેના સ્ટ્રગલના દિવસો વિશે ખુલીને વાત કરી હતી.

નેહાએ કહ્યું હતું કે, એ સ્ટ્રગલના દિવસો જ છે જેણે તેને જમીન સાથે જોડાયેલા રહેતા શીખવ્યું છે.

નેહાએ કરિયરની શરૂઆત એક બ્યુટી પેઝેન્ટ સાથે કરી હતી.

નેહાને તેના કરિયરના પહેલા શોમાં બેકસ્ટેજમાં કામ કરવું પડ્યું હતું.

વાસ્તવમાં નેહા બેકસ્ટેજમાં બધી મોડલ્સને શૂઝ પહેરવામાં મદદ કરતી હતી. આ જ તેનું બેકસ્ટેજનું કામ હતું.

નેહાએ કહ્યું કે, તે જ્યારે પણ રેમ્પ વૉક કરે છે તો એ તમામ વસ્તુઓ યાદ આવે છે.

નેહા ધૂપિયા હાલમાં જ રિલીઝ થયેલી વિકી કૌશલ અને તૃપ્તિ ડિમરી સ્ટારર ફિલ્મ ‘બેડ ન્યૂઝ’માં જોવા મળી હતી.

નેહાએ એક્ટર અંગદ બેદી સાથે લગ્ન કર્યા છે. બંનેના બે બાળકો છે દીકરી મેહર અને દીકરો ગુરિક.

Icon