Home / Auto-Tech : If you download a file with this text, your account will be deleted, cybercrime warns

આ લખાણવાળી ફાઈલ ડાઉનલોડ કરશો તો એકાઉન્ટ થઈ જશે સાફ, સાયબર ક્રાઈમે આપી ચેતવણી

આ લખાણવાળી ફાઈલ ડાઉનલોડ કરશો તો એકાઉન્ટ થઈ જશે સાફ, સાયબર ક્રાઈમે આપી ચેતવણી

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

તમારા મોબાઈલ ફોન ઉપર અજાણ્યા નંબર ઉપરથી વોટ્સ-એપ કે મેસેજથી એન્ડ્રોઈડ એપ્લિકેશન ફાઈલ ડાઉનલોડ કરીને ઈન્સ્ટોલ કરવાનો મેસેજ આવે તો ચેતજો. તેમાં છેતરપિંડીની શક્યતા રહેલી છે. ઝારખંડની જામતારા ગેંગ દ્વારા છેતરપિંડીની નવી પેંતરાબાજી અજમાવાતાં ગુજરાત સાયબર ક્રાઈમ બ્રાન્ચે પ્રજાજનો માટે એલર્ટ જાહેર કર્યું છે. સાયબર ક્રાઈમ બ્રાન્ચે સરળ સમજ આપી છે કે, .APK લખાણવાળી ફાઈલ ડાઉનલોડ કરવી નહીં. જે સંભવિત છેતરપિંડી છે.

ઓનલાઈન ચિટીંગ કરતાં ગઠિયાઓ લોકોને છેતરવા માટે અવનવી પધ્ધતિઓ અપનાવી રહ્યા છે. હવે ઝારખંડના ઓનલાઈન ચીટર્સની જામતારા ગેંગ દ્વારા નાગરિકોના મોબાઈલ ફોન હેક કરી ફ્રોડ થઈ રહ્યા છે. તમને એક ફાઈલ ઈન્સ્ટોલ કરવાનું કહી તમારા મોબાઈલ ફોનનું સંપૂર્ણ એક્સેસ આ સાયબર ચીટર્સ મેળવી લે છે. બાદમાં તમારૂ એકાઉન્ટ ખાલી કરી રહ્યા છે.

તમારો મોબાઈલ હેક થયો છે કે નહીં તે જાણવાના બહાને એપ ડાઉનલોડ કરવા કહી રહ્યા છે. આ પ્રકારે મોબાઈલ ફોન એપ્લિકેશન કે ઈન્વિટેશનના નામે કરાતી ઠગાઈથી બચવા માટે .APK લખાણવાળા વોટ્સએપથી કે સાદા SMSથી મોકલાયેલા કોઈપણ પણ મેસેજ ઉપર ક્લિક ન કરવાનું એલર્ટ ગુજરાત સાયબર ક્રાઈમ બ્રાન્ચે આપ્યું છે.

આ રીતે કરે છે હેકિંગ

અપરાધીઓએ હવે તેમની કાર્યપદ્ધતિ બદલી છે. તેઓ હવે મોબાઈલ ફોનમાં એન્ડ્રોઈડ એપ્લિકેશન ઈન્સ્ટોલ કરાવીને તમારા મોબાઈલ ફોન ઉપર સંપૂર્ણ નિયંત્રણ મેળવી લે છે. એકવાર એક્સસ મળ્યા પછી, તેઓ અનધિકૃત બેન્કિંગ વ્યવહારો કરે છે, આવનારા મોબાઈલ બેન્કિંગ ઉપર કબજો મેળવીને પૈસા સેરવી લેવાની નવી ઠગાઈ પધ્ધતિનો પ્રારંભ થયો છે.

ગુજરાત સાયબર ક્રાઈમ બ્રાન્ચના ડીવાય.એસ.પી. બી. એમ. ટાંકે જણાવ્યું કે, જામતારા ગેંગના ચીટર્સ વોટ્સએપ અથવા તો સાદા SMS મારફત એન્ડ્રોઈડ એપ્લિકેશન ફાઈલ કે અપડેટ ફાઈલ મોકલે છે. ઠગાઈનામેસેજમાં સાયબર ગઠિયાઓ એન્ડ્રોઈડ એપ્લિકેશન ફાઈલ ઈન્સ્ટોલ કરાવે છે. એક વખત એન્ડ્રોઈડ એપ્લિકેશન ફાઈલ ઉપર ક્લિક કરો અને એપ્લિકેશન ખુલે એટલે તમારો મોબાઈલ હેક થઈ જાય છે. જેમાં બેન્કિંગ ટ્રાન્ઝેક્શનના મેસેજ સહિત તમામ એક્સેસ ચીટર્સને મળી જાય છે.

પાસવર્ડ પણ બદલી નાખે છે

સાયબર ગઠિયા ખાતાધારકના નેટ બેન્કિંગ પાસવર્ડ બદલી નાખે છે. પરિણામે, ઘણીવાર છેતરપિંડીની જાણ થતી નથી અને તેમના હેક થઈ ચૂકેલા મોબાઈલ નંબર થકી કરાયેલાં બેન્કિંગ વ્યવહારોની વિગતોના અભાવે તેઓ નેશનલ સાયબરક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ ઉપર સમયસર ફરિયાદ નોંધાવી શકતા નથી.

ચાલુ વર્ષે સાયબર ક્રાઈમનીપ્રકારની નવી છેતરપિંડીના કિસ્સા દેશભરમાં બન્યાં છે. ઝારખંડની જામતારા ગેંગ દ્વારા ઓરિસ્સામાંકુલ 629 અને હરિયાણામાં 412 લોકોનેપ્રકારે છેતરપિંડીથી નિશાન બનાવ્યાની ફરિયાદો નોંધાઈ ચૂકી છે. ચાલુ વર્ષના પ્રથમમહિનામાંજામતારા ગેંગનાકારસ્તાન ઉપર પસ્તાળ પાડીને પોલીસે કુલસાયબર આરોપીઓને પકડી પાડીને 100 કરોડ રૂપિયાની છેતરપિંડીનો પર્દાફાશ પણ કર્યો હતો. આ પ્રકારે સાયબર ચિટીંગ સામે દેશભરની પોલીસ સંયુક્ત કામગીરી કરવા સાથેપ્રજાજનોનેછેતરપિંડી સામે એલર્ટ રહેવા સમજ આપે છે.

ઠગાઈથી બચવા આટલી તકેદારી રાખો

અસરગ્રસ્ત મોબાઇલ ફોન પર તાત્કાલિક ઇન્ટરનેટ એકસસ બંધ કરો અને સીમકાર્ડ કાઢી નાખો. સીમકાર્ડને બીજા સુરક્ષિત ફોનમાં નાખો.

નવા ડિવાઈસનો ઉપયોગ કરીને નેટ બેન્કિંગ અને અન્ય મહત્વપૂર્ણ પાસવર્ડ તરત જ બદલો.

એકવાર એકસસ પુનઃસ્થાપિત થઈ જાય પછી, તમારા વ્યવહાર ઈતિહાસની

તપાસ કરો અને બધી વિગતો નોંધી લો.

સાયબર હેલ્પલાઇન 1930 પર કાલ કરી વિગતવાર જાણ કરો.

તમારી બેંકને તાત્કાલિક જાણ કરો અને તમારું ખાતું ફ્રીઝ કરવાની કાર્યવાહી અચૂકપણે કરવી.

Related News

Icon