
આમ આદમી પાર્ટીમાં દિલ્હીના અને પંજાબના નેતાઓ વચ્ચે મન ખાટા થયા છે. પંજાબના નેતાઓનું માનવું છે કે દિલ્હીના નેતાઓને બોર્ડ અને કોર્પોરેશનના ચેરમેન બનાવવામાં આવે છે. આ સિવાય પણ બીજા મહત્વના સ્થાનો પર પંજાબને બદલે દિલ્હીના નેતાઓને પસંદ કરવામાં આવ્યા છે. જો આમ જ ચાલતું રહ્યું તો પક્ષ સંકટમાં મુકાઈ શકે એમ છે.
પંજાબના કાર્યકરો આ ચલાવી લેશે નહીં. ૨૦૨૨માં આપને સત્તા પર બેસાડવા માટે સૌથી વધારે મહેનત પંજાબના નેતાઓ અને કાર્યકરોએ કરી છે. પક્ષને માટે એમણે સ્થાનિક પક્ષો સાથે દુશ્મનાવટ લીધી હતી.
હવે સરકાર બની ગઈ છે ત્યારે રાજ્યસભાની સીટથી માંડીને બોર્ડ અને કોર્પોરેશનના ચેરમેન તરીકે દિલ્હીના નેતાઓને પસંદ કરવામાં આવે છે. સૌથી અગત્યના પંજાબ પ્રદુષણ કંટ્રોલ બોર્ડના ચેરમેન તરીકે દિલ્હીના રીના ગુપ્તાને પસંદ કરવામાં આવ્યા છે.