Vadodara news: ગુજરાત એસીબીએ આજે વડોદરા ખાણ ખનીજ વિભાગમાં સપાટો બોલાવ્યો હતો. જેમાં એક હોટલમાં લાંચની રકમ લેતા એસીબીએ કલાર્કને ઝડપી લીધો હતો. ખાણ ખનીજ વિભાગના ઈન્ચાર્જ અધિકારીએ બે લાખ રૂપિયાની લાંચ માંગી હતી. જેથી એસીબીએ છટકું ગોઠવીને વડોદરા શહેરમાં આવેલી એક હોટલમાં જેવા લાંચની રકમ લેવા આવતા સકંજામાં આવી ગયા હતા.

