Home / Gujarat / Ahmedabad : VIDEO: Notorious gang that beat up Ahmedabad builders arrested

VIDEO: અમદાવાદના બિલ્ડર્સને માર મારનાર કુખ્યાત ટોળકીનો નિકળ્યો વરઘોડો, જમીન પચાવવાનું રચ્યું હતું કાવતરું

ગુજરાતમાં જમીન માફિયાઓનું રાજ હોય તેવું સામે આવ્યું છે. બેખોફ રીતે ભૂમાફિયાઓ બિલ્ડરો પર અને જમીન માલિકો પર હુમલો કરી રહ્યા છે. અમદાવાદના બે બિલ્ડરો પર થોડાક દિવસો પહેલા કડીમાં તેમના જ પ્લોટ પર કુખ્યાત તત્વોએ ઢોર માર માર્યો હતો. મળતા અહેવાલ પ્રમાણે જમીન પર ગેરકાયદેસર રીતે કબ્જો કરવા માટે કુખ્યાત શખ્સ  મેહુલ રઘુનાથ રબારીએ સ્થળની રેકી કરી હતી. રેકી બાદ આ પ્લોટ પર લાકડી, દંડા અને ધારીયા સાથે કુખ્યાત રઘનાથ રબારીએ તેના 15 ગુંડાઓને તૈયાર રાખ્યા હતા.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

બિલ્ડર્સને માર મારનાર ટોળકીનો પોલીસે કાઢ્યો વરઘોડો

બન્ને બિલ્ડરો જેવા ત્યાં પહોંચ્યા તેમના પણ અણધાર્યો હુમલો કર્યો હતો. અમદાવાદના બોડકદેવમાં રહેતા મનન પટેલ અને તેમના ભાગીદાર રિમ્પલ પટેલ અને અમિત શાહ કોર્ટ કમિશન સાથે તેમના કડી ખાતે આવેલા વેકરા ગામે પંચનામું કરવા ગયા હતા, તે દરમિયાન આ ઘટના સર્જાઈ હતી. ઉલ્લેખનીય છે કે આ શખ્સ વિરુદ્ધ અગાઉ પણ કેસ નોંધાયેલા છે.

બન્ને બિલ્ડરોને માર મારીને ત્યાંથી આ શખ્સો જતા રહ્યા હતા. ત્યાર બાદ સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. બિલ્ડરોને માર મારનાર કુખ્યાત ટોળકીને પોલીસે દબોચી હતી. સમગ્ર મામલો મીડિયામાં પણ આવ્યા હતા. પોલીસે આરોપીઓનું ઘટના સ્થળ પર વરઘોડો પણ કાઢ્યો હતો. પોલીસે આરોપીઓની સર્વિસ કરી હતી અને જાહેરમાં અંગૂઠા પણ પકડાવ્યા સાથે સાથે ઉઠક બેઠક પણ કરાવ્યા હતા.

Related News

Icon