Home / Business : SBI service suddenly stopped, customers stuck

SBIની સર્વિસ અચાનક થઈ ઠપ્પ, મોબાઈલ બેંકિગ-ATMમાં ગ્રાહકો અટવાયા; જાણો શું છે કારણ

SBIની સર્વિસ અચાનક થઈ ઠપ્પ, મોબાઈલ બેંકિગ-ATMમાં ગ્રાહકો અટવાયા; જાણો શું છે કારણ

મંગળવારે SBI (સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા) ની સેવાઓ અચાનક બંધ થઈ ગઈ અને બેંકમાં મોટા આઉટેજનો સામનો કરવો પડ્યો હતો. SBI બેંકના નેટવર્કમાં અચાનક  ઉભી થયેલી સમસ્યાને કારણે યુઝર્સને મની ટ્રાન્જેક્શનમાં, મોબાઇલ બેંકિંગમાં અને ATM ધારકોને ઉપયોગ કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. કંપનીએ આ મામલે એક નિવેદન બહાર પાડ્યું છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

SBI એ તેના સત્તાવાર નિવેદનમાં બેંક સર્વરમાં આવી રહેલી સમસ્યા વિશે જણાવ્યું છે. બેંકે માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ X એકાઉન્ટ પરથી જણાવ્યું હતું કે, 1 એપ્રિલે  બપોરે 1થી 4 દરમિયાન તેની સેવાઓ પ્રભાવિત થઈ હતી. યુઝર્સને UPI લાઈટ અને ATMનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે.
 
પ્લેટફોર્મ અને વેબસાઇટ્સના ડાઉનટાઇમ પર નજર રાખતી સેવા Downderector અહેવાલ આપ્યો છે કે, એસબીઆઈના અનેક યુઝર્સે આ વિશે જાણ કરી હતી અને ઘણા યુઝર્સે આ બાબતે સોશિયલ મીડિયા પર તેના વિશે લખ્યું હતું. મોટાભાગના યુઝર્સને મોબાઇલ બેંકિંગ દરમિયાન સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હોવાનું જણાવ્યું હતું. તે જ સમયે, લગભગ 31 ટકા લોકોને મની ટ્રાન્સફરમાં તકલીફ પડી હતી. 

ઉપરાંત, ઘણા યુઝર્સને ATMમાં પણ તકલીફ પડી છે. હાલમાં, બેંક દ્વારા જારી કરાયેલા નિવેદન મુજબ સાંજ પછી સેવાઓ પહેલાની જેમ યોગ્ય રીતે કાર્ય કરવાનું શરૂ થઈ જશે.

TOPICS: sbi atm bank service
Related News

Icon