
શિક્ષણ જગતની એક છોટી સી લવ સ્ટોરીએ ભારે ચકચાર જગાવી છે. 23 વર્ષીય શિક્ષિકાએ તેમને ત્યાં ટ્યુશનમાં આવતા 13 વર્ષીય વિદ્યાર્થીનું અપહરણ કર્યું હતું. પોલીસે જ્યારે શિક્ષિકાને ઝડપી મેડીકલ તપાસ કરાવી ત્યારે શિક્ષિકાને 20 માસનો ગર્ભ હોવાનો ઘટસ્ફોટ થયો હતો. તો સાથે શિક્ષિકાએ સગીરા વિદ્યાર્થી સાથે અનેકવાર શરીર સંબંધ બાંધ્યા હોવાનો અને સગીર વિદ્યાર્થી પણ પિતા બનવા સક્ષમ હોવાનું સામે આવ્યું હતું. જો કે, સગીરાના પેટમાં ઉછરી રહેલા બાળકનો પિતા સગીર જ છે કે અન્ય તેની તપાસ માટે DNAના સેમ્પલ લેઈ તપાસ માટે મોકલાયા છે. જેનો રિપોર્ટ આપવાનો બાકી છે. આ રિપોર્ટ આવે તે પહેલા શિક્ષિકાએ ગર્ભપાત માટે કોર્ટમાં અરજી કરતા ક્રોટે ગાયનેક ડોકટરના અભિપ્રાય બાદ ગર્ભપાતની મંજૂરી આપી છે. જેથી એબોર્શનની પ્રક્રિયા આજથી શરૂ થશે.
20 અઠવાડિયાના ગર્ભનો ખુલાસો
પૂણા વિસ્તારમાં રહેતાં 13 વર્ષીય સગીરનું અપહરણ તેને ટ્યુશન કરાવતી 23 વર્ષીય યુવતી ભગાવી ગયાની ઘટના બાદ તે પાંચમા દિવસે રાજસ્થાન બોર્ડર પરથી આ સગીર સાથે પકડાઈ હતી.આ કિસ્સામાં ગર્ભવતી શિક્ષિકાએ એડવોકેટ વાજીદ શેખ મારફતે 20 અઠવાડિયાના ગર્ભને ગર્ભપાત કરાવવા માટે કોર્ટની પરવાનગી માંગવામાં આવી હતી. આ સામે પોલીસનો અભિપ્રાય પણ મંગાવવામાં આવ્યો હતો. જો કે, પોલીસ દ્વારા અભિપ્રાય નહીં અપાતા આ કેસમાં પોલીસે મુદ્દત માંગી હતી. પોલીસની મુદ્દત અરજી મંજૂર કરાઈ હતી. જેથી આ કેસમાં પોલીસ દ્વારા ગાયનેકના અભિપ્રાય આપવામાં આવ્યો હતો.
શિક્ષિકાએ લીધો નિર્ણય
ગર્ભપાત અંગેનો એક રિપોર્ટ સ્મીમેર હોસ્પિટલના ગાયનેક વિભાગના વડાએ પુણા પીઆઈને આપવાનો હુકમ કર્યો હતો. જે રિપોર્ટ પૂણા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર દેસાઈ પોક્સો કોર્ટમાં રજૂ કર્યો હતો. આ રિપોર્ટમાં ગાયનેક વિભાગના વડા ડોક્ટરે જણાવ્યું હતું કે, અપરિણીત શિક્ષિકા 20 અઠવાડિયા અને ત્રણ દિવસની ગર્ભવતી છે. એમટીપી કાયદા મુજબ ગર્ભાવસ્થાના 22 અઠવાડિયા સુધી તબીબી સમાપ્તી કરી શકાય છે. હાલની અપરિણીત શિક્ષિકાની ઉંમર 23 વર્ષ હોવાથી ગર્ભાવસ્થા ચાલુ રાખવી તેના માનસિક અને સામાજિક રીતે હાનિકારક હોય શકે છે. હાલમાં શિક્ષિકા ગર્ભાવસ્થા સમાપ્ત કરવા માગે છે. ગર્ભાવસ્થા સમાપ્ત કરવામાં નિષ્ફળતા અને સર્જિકલ હસ્તેક્ષપ કરવામાં તથા માનસિક ગુંચવણોનો સમાપ્ત થાય છે. ગર્ભાવસ્થા સમાપ્ત કરવાની સલાહ ગાયનેક વિભાગ તરફથી યોગ્ય જોખમ સાથે આપવામાં આવે છે.
ડીએનએ રિપોર્ટ થશે
ગર્ભાવસ્થા સમાપ્તી માટે પરવાનગી આપતો રિપોર્ટ ગાયનેક વિભાગ તરફથી કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવ્યો છે. ત્યારબાદ પોક્સો કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ત્યારબાદ કોર્ટ દ્વારા શિક્ષિકાના ગર્ભપાતની મંજૂરી આપવામાં આવી હતી. પોલીસે એ ગર્ભ કોના થકી છે એ અંગે પૂછપરછ કરતાં શિક્ષિકાએ જણાવ્યું હતું કે, દુકાનદારનો પુત્ર અને 13 વર્ષીય વિદ્યાર્થી છેલ્લા એક વર્ષથી તેની પાસે એકલો જ ભણતો હતો, આથી તેઓ અવારનવાર એકાંત માણતાં હતાં. તેને લીધે જ તે ગર્ભવતી થઈ છે. ગર્ભમાં રહેલું બાળક વિદ્યાર્થીનું હોવાનું શિક્ષિકા કહી રહી છે, જોકે પોલીસે ગર્ભમાં ઉછરી રહેલા બાળક અને વિદ્યાર્થીના DNA માટે સેમ્પલ લઈ મોકલી આપ્યા છે જેના રિપોર્ટ બાદ સ્થિતિ સ્પષ્ટ થશે.