
ગુરુવારે (12 જૂન) અમદાવાદમાં એર ઈન્ડિયાની ફ્લાઈટ ક્રેશ થવાની ઘટાનાને લઈને દેશભરમાં શોક છવાયો છે. શહેરના એરપોર્ટ પરથી એર ઈન્ડિયાની ફ્લાઈટ લંડન જવા માટે બપોરે રવાના થઈ હતી, જોકે આ વિમાન ટેકઓફની બે મિનિટમાં જ ક્રેશ થયું હતું. આ વિમાનમાં 230 મુસાફરો અને 12 કેબિન ક્રૂ મેમ્બર સવાર હતા, આ દુર્ઘટના બાદ પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે કે ટેકઓફની થોડી જ મિનિટમાં એવું શું થયું કે વિમાન ક્રેશ થઈ ગયું. હવે આ અંગેની તપાસ ચાલી રહી છે.
વિમાન જ્યાં ક્રેશ થયું ત્યાં કાટમાળમાંથી બ્લેક બોક્સ મળી આવ્યું છે. બ્લેક બોક્સમાં ખાસ બે ઉપરકણ હોય છે. પ્રથમ ફ્લાઈટ ડેટા રેકોર્ડર જે ઊંચાઈ ગતિ અને એન્જિનની સ્થિતિ તેમજ પાયલોટ દ્વારા કરવામાં આવેલી ભૂલોને રેકોર્ડ કરે છે. બીજુ CVR તે પાયલોટની વાતચીત, કંટ્રોલ ટાવર સાથે રેડિયો સંપર્ક અને કોકપિટના આવાજોને રોકોર્ડ કરે છે આ બ્લેક બોક્સ એરક્રાફ્ટ ક્રેશ ઈન્વેસ્ટિગેશન બ્યુરો કે આંતરરાષ્ટ્રિય લેબમાં મોકલવામાં આવશે. બ્લેક બોક્સનું સત્ય આવતા 3થી 4 અઠવાડિયા લાગશે.
ચાર થિયરી ઉપર તપાસ થશે
થિયરી 1- લેન્ડિંગ ગિયર ઉઠાવતાં પહેલા જ બર્ડ હિટના કારણે પ્લેન નીચે આવ્યું હોય?
ટેકઓફ બરાબર હતું પણ ગિયર ઉપર લેવાના બરાબર પહેલા જ વિમાન નીચે ઉતરવા લાગ્યું, આવું ત્યારે જ બને જ્યારે એન્જિન શક્તિ ગુમાવે અને વિમાન લિફ્ટ કરવામાં અસમર્થ બને. લેન્ડિંગ ગિયર ઉઠાવવામાં આવે તે પહેલા બર્ડ હીટ થઈ ગયો હોય, જેના કારણે બંને એન્જિન પાવર ગુમાવ્યો હોય.
થિયરી 2- પાવર લોસ થતા વિમાનના બંને એન્જિન બંધ થઈ ગયા હતા?
જ્યારે બંને એન્જિનમાં પાવર લોસ થાય છે ત્યારે પાયલોટ પાસે વિમાન પર કંટ્રોલ મેળવવા માટે વધારે સમય નથી હોતો, વિમાનને ગીચ વસ્તીના ક્ષેત્રમાંથી બહાર લઈ જવા માટે સ્પીડની જરૂર હોય છે, બંને એન્જિન ચાલુ હોય ત્યારે જ એ શક્ય છે, એટલે કે એવું માનવામાં આવે છે કે આ દુર્ઘટનામાં બંને એન્જિન પુરતો પાવર જનરેટ નહતા કરી શક્યા, જેના કારણે ટેકઓફની ગણતરીની સેકન્ડમાં જ વિમાન ક્રેશ થયું હતું
થિયરી 3- ફ્યુઅલ ભરતી વખતે સપ્લાય સ્વિચ ઓફ કરી દેવામાં આવી હતી?
વિમાનમાં ફ્યુઅલ ભરવાની જવાબદારી ગ્રાઉન્ડ સ્ટાફની હોય છે, ફ્યુઅલ ભરતા પહેલા સપ્લાય સ્વિચ બંધ કરવામાં આવે છે, તેથી શક્ય છે કે ગ્રાઉન્ડ સ્ટાફ દ્વારા આ સ્વિચને ઓન ન કરવામાં આવી હોય, આ કારણોસર જ્યાં સુધી રિઝર્વમાં ફ્યુઅલ હતું ત્યાં સુધી ફ્લાઈટ ઉડી અને ફ્યુઅલ સપ્લાય બંધ થતા જ બંને એન્જિન બંધ થઈ ગયા હતા
થિયરી 4- ફ્લેપ્સ થ્રસ્ટ અને રોટેશન સ્પીટ જેવી માનવીય ભૂલ જવાબદાર હતી?
વિમાન 825 ફુટ ઊંચે પહોચી ચૂક્યું હતું અને ઝડપ 174 નોટ જ હતી, ત્યારે 787 વિમાનને આટલું વજન હોય ત્યારે 200થી 250 નોટની ઝડપ મળવી જરૂરી છે, જો ફ્લેપ્સ ઓછા લગાવ્યા હોય તો વિમાન લિફ્ટ કરી શકતું નથી, જ્યારે વધારે ફ્લેપ્સથી ડ્રેગ એટલો વધી જાય છે કે પ્લેન ઉપર નથી આવી શકતું, અમદાવાદમાં તાપમાન વધારે હતું આ સ્થિતિમાં પુરતો ફ્લેપ્સ નહીં હોવાથી વિમાન ગતિ નહતું પકડી શક્યું. આ ઉપરાંત પૂરતી થ્રસ્ટ તાકાત પણ જરૂરી છે, વિપુલ પ્રમાણમાં ફ્યુઅલ હોવાથી અને પૂરતો થ્રસ્ટ ન મળવાથી એન્જિનને તાકાત ન મળી.