Arvalli News: અરવલ્લી માલપુર નગરના એક ભંગારના વેપારીના ગોડાઉનમાંથી સરકારી પાઠ્ય પુસ્તકનો મોટો જથ્થો ઝડપાયો છે. પાઠ્ય પુસ્તકનો જથ્થો રાજ્યના શિક્ષણમંત્રી કુબેર ડીંડોરના જિલ્લા વિસ્તારનો હોવાની વિગતો સામે આવી છે. મહીસાગર જિલ્લાના ખાનપુર પંથકમાંથી ભંગારના વેપારીએ ખરીદી કર્યો હોવાનું સામે આવ્યું છે. અરવલ્લી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ સ્થળ તપાસ કરી 5 હજાર પુસ્તકનો જથ્થો કબજે કર્યો છે. જુના અને અને થોડા નવા અભ્યસક્રમના પાઠ્ય પુસ્તકો હોવાનું શિક્ષણ અધિકારીએ માહિતી આપી છે.

